ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું…

અમદાવાદઃ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.

ગયા વર્ષની સરખામણીમાં 4.31 ટકા વધુ પરિણામ આવ્યું છે.આજે બપોર બાદ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી માર્કશીટ મેળવી શકશે. વર્ષ 2018માં પરિણામ 55.52% આવ્યું હતું. વ્યવસાયિક પ્રવાહનું 52.29%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.

રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 222
  • 10 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 79 
  • નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 67.94 ટકા 
  • નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 79.27 ટકા 
  • દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 767 
  • 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 767
  • ગેરરીતિના કેસની સંખ્યા 2730

– જિલ્લાઓનું કુલ પરિણામ

  • મહેસાણાઃ 80.08 ટકા
  • રાજકોટઃ  79.59 ટકા
  • પંચમહાલઃ 45.82 ટકા  
  • ભાવનગરઃ 81.04 ટકા
  • વલસાડમાંઃ 67.31 ટકા
  • ભચાઉઃ 85.39 ટકા
  • નખત્રાણાઃ 64.62 ટકા
  • જામનગરઃ 80.37 ટકા
  • સાબરકાંઠાઃ 75.97 ટકા
  • અમરેલીઃ 69.96 ટકા
  • સુરેન્દ્રનગરઃ 80.22 ટકા
  • ખેડાઃ 63.57 ટકા
  • પાટણઃ 85.03 ટકા
  • મહીસાગરઃ 48.55 ટકા

 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)