દુષ્કર્મની પીડિતાને ગર્ભપાત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, જાણો શું છે મામલો

ગુજરાત હાઇકોર્ટમાં હાલના દિવાળી વેકેશન દરમિયાન તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં ગતરોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. જેમાં પીડિતાને 16 અઠવાડિયાં અને 2 દિવસનો ગર્ભ હોવાથી ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. આજરોજ એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સંદર્ભે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાનીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. આ કેસમાં ગર્ભને દૂર કરવાની મંજૂરી આપવી કે બાળકને જન્મ જ આપવા દેવું એ સંવેદનશીલ પ્રશ્ન છે. સમગ્ર મામલે  દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત મુદ્દેની હાઇકોર્ટમાં અરજી કરી છે. ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વેકેશન છતાં રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટ ચાર્જમાં HCમાં સુનાવણી થશે. સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા યુવતીની મેડિકલ તપાસ બાદ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મેડિકલ રિપોર્ટ મુજબ યુવતીને 17 અઠવાડિયા અને 4 દિવસનો ગર્ભ છે. હાઇકોર્ટે યુવતીને ગર્ભપાતની મંજૂરી આપતા તેના ગર્ભની પેસીના DNAને આરોપી સામે પુરાવા તરીકે સાચવીને FSLમાં મોકલવા પણ નિર્દેશ અપાય હતા. યુવતી દુષ્કર્મનો શિકાર બની હોવાથી આ ગર્ભાવસ્થા તેના માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હતી. વળી જો તે બાળકને જન્મ આપે તો આગળ તેનું જીવન વધુ અઘરું બને તેમ હતું. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકી હાઇકોર્ટને પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર છે. ગર્ભપાત કરાવવો કે નહીં તે સ્ત્રીનો જ નિર્ણય હોઈ શકે.