અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “પબ્લિક સેક્ટર ઓડિટ અને કોર્પોરેટ ગવર્નન્સ” વિષય પર ગિરીશ ચંદ્ર મુર્મુ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્રારા એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું
જાહેર ક્ષેત્ર અને કોર્પોરેટ ગવર્નન્સની પારદર્શિતા અને અસરકારકતાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) એ આ આયોજન કર્યુ હતું. નોંધનીય છે કે ગિરીશ ચંદ્ર મુર્મુ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્રારા “પબ્લિક સેક્ટર ઓડિટ અને કોર્પોરેટ ગવર્નન્સ” પર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગિરીશ ચંદ્ર મુર્મુએ ગુજરાત રાજ્ય સરકારમાં મહત્વનાં ક્ષત્રોમાં સેવા આપી છે અને વહીવટી, આર્થિક અને માળખાકીય ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવે છે.