સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. SMCના PSIને ગઇકાલે સાંજે ટિપ મળતાં તેઓ સરપ્રાઇઝ રેડ કરવા અમદાવાદથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. બૂટલેગરની ક્રેટાનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યોને પછી બહાદુર PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક PSIને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. PSIની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે. અજય ચૌધરી, બડ ગુર્જર અને નિર્લિપ્ત રાયે મૃતકને પુષ્પ અર્પણ કર્યાં.
સુરેન્દ્રનગરના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે SMCમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણનું અકસ્માત થતા મોત નિપજ્યુ હતું. આ સાથે પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત અને કૃષ્ણદેવસિંહ જાડેજાને પણ ઇજા થઈ છે. જે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયમાં આવી છે. નોંધનિય છે કે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરથી દસાડા સુધી ક્રેટા સીસીટીવીમાં કેદ થઈ હશે, પણ દારૂની હેરફેર સમયે બૂટલેગર ગાડીનો સાચો નંબર રાખતા નથી. એટલે આ કારનો નંબર સાચો છે કે ખોટો એ હજુ તપાસનો વિષય છે. લગભગ આવા કેસમાં કારનો નંબર ખોટા જ હોય છે. ત્યારે SMC સ્વતંત્ર રીતે કામ કરે છે, આ વખતે પણ SMCની ટીમે લોકલ પોલીસને જાણ કરી નહોતી અને નાકાબંધીમાં લોકલ પોલીસને સાથે રાખી નહોતી.
શું છે આખો બનાવ?
દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થવાની છે એવી બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે. એમ. પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે નાકાબંધી કરીને ઊભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતાં તેઓ એનો પીછો કરવા માટે પોતાની ટીમ સાથે ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ આપી
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે.
દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન… pic.twitter.com/7z9kVO1MEx
— Harsh Sanghavi (@sanghaviharsh) November 5, 2024