અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ

અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી ભાડજ સર્કલથી ઓગણજ-લપકામણ સર્કલ તરફ જતા 200 ફૂટ રિંગરોડને અડીને આવેલી વિશાળ જગ્યામાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ મોટેભાગે પૂર્ણ થઈ ગઈ છે. આ વિશિષ્ટ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. દુનિયાભરમાં અનેક હિંદુ મંદિર બનાવનાર BAPS સંસ્થાએ પ્રમુખસ્વામીની યાદમાં મહોત્સવનું આયોજન કર્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા હજારો સ્વયંસેવકો, હરિભક્તો જોડાયા છે. જેમાં નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. બાળનગરી, જ્ઞાન આપતા સેમિનાર, મહાનુભાવોનાં પ્રવચનો, ભજન-કિર્તન જેવા અનેક પાસાંઓ આ મહોત્સવનું આકર્ષણ બની રહેશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)