સંત કબીર સ્કૂલમાં ટુરિઝમનાં વિવિધ સ્વરૂપોની સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 સપ્તાહનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રનું ટુરિઝમ મંત્રાલય 25 જાન્યુઆરીએ આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રીય ટુરિઝમ ડે ઊજવી રહ્યું છે. જે ટુરિઝમને પ્રોત્સાહન દ્વારા અર્થતંત્રને વેગ આપશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના અર્થતંત્ર માટે પર્યટનના મહત્ત્વ વિશે જાગરુકતા ફેલાવવા માટે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય ટુરિઝમ દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે.

ટુરિઝમ ડેએ એક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેતા સ્પર્ધકને એક અથવા વધુ વિષય પર સવાલોના જવાબ આપ્યા હતા. આ ક્વિઝમાં સ્કૂલનાં બાળકોને મજા પડી હતી અને તેમને ઘણું નવું શીખવા મળ્યું હતું, જેમાં તેમને પરંપરાગત એક્ટિવિટી શીખવા મળી હતી. સ્પર્ધા એ વિદ્યાર્થીઓને વધારાનું જ્ઞાન મેળવવામાં ખાસ્સી મદદ કરે છે અને તેમને હાલના અભ્યાસ સાથે વિવિધ વિષયોનું જ્ઞાન આપે છે.

નેશનલ ટુરિઝમ ડે પ્રદેશના વિકાસ અને પ્રગતિ તરીકે પર્યટનની દિશામાં ફેરફારના રૂપે ઊજવવામાં આવશે. ઇન્ડિયા ટુરિઝમ-મુંબઈએ રુફટોપના સહયોગથી સંત કબીર સ્કૂલ, યુવા ક્લબના વિદ્યાર્થીઓ માટે એક પ્રશ્નોત્તરી સ્પર્ધા (ક્વિઝ કોમ્પિટિશન)નું આયોજન કર્યું હતું, જેમાં પ્રત્યેક ટીમમાં બે વિદ્યાર્થીઓની કુલ ચાર ટીમો હતી, જેમણે સક્રિયપણે ભાગ લીધો હતો અને દેશના પર્યટનના વિવિધ સ્વરૂપો વિશે પોતાની આવડત અને જ્ઞાન દર્શાવ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી. બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.