સુરતઃ અમેરિકાના પેન્ટાગોનમાં સંરક્ષણ વિભાગનું હેડ કર્વાર્ટરનું બિલ્ડિંગ અત્યાર સુધી વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ ગણાતું હતું, પણ હવે ભારતે પેન્ટાગોન પાસેથી આ ખિતાબ છીનવી લીધો છે. સુરતમાં ચાર વર્ષમાં તૈયાર થયેલા ડાયમંડ એક્સચેંજે અમેરિકાના પેન્ટાગોનથી કેટલુંય મોટું ઓફિસ બિલ્ડિંગ તૈયાર કરી લીધું છે. સુરતનું આ ઓફિસ બિલ્ડિં હવે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ બની ગયું છે. વડા પ્રધાન મોદીને હસ્તે આ બિલ્ડિંગનું ઉદઘાટન થાય એવી શક્યતા છે.
સુરત હીરાને કારણે લોકપ્રિય છે. એને વિશ્વની રત્ન રાજધાની પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં વિશ્વના 95 ટકા હીરા તૈયાર થાય છે. હવે નવા બનેસા સુરત ડાયમંડ બુર્સમાં 65,000થી વધુ હીરા પ્રોફેશનલો એકસાથે કામ કરી શકશે.અહીં અલગ-અલગ વિભાગો રહેશે, જ્યાં પોલિશર્સ, કટર્સ અને વેપારી કામ કરશે. આ હીરા માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.
સુરત ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સ 15 માળનું બિલ્ડિંગ છે, જે 35 એકરમાં ફેલાયેલું છએ. આ પૂરી ઓફિસ નવ આયાતકાર બિલ્ડિંગ્સમાં ફેલાયેલું છે. આ બધાં બિલ્ડિંગ્સ એક સેન્ટ્રલ સ્પાઇનથી જોડાયેલું છે.આ બિલ્ડિંગમાં 7.1 મિલિયન સ્ક્વેર ફૂટથી વધુ ફ્લોર સ્પેસ સામેલ છે.આ બિલ્ડિંગ્સમાં કુલ મળીને 131 એલિવેટર્સ છે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી મુંબઈથી આવતા હજારો કર્મચારીઓને મદદ મળશે.
SDB એટલે સુરત ડાયમંડ બુર્સ એક નોન પ્રોફિટ એક્સચેંજ છે, જે કંપની એક્ટ 2013ની કલમ આઠ હેઠળ નોંધાયેલી છે. આ બિલ્ડિંગમાં એક મનોરંજન ઝોન અને વિશાળ પાર્કિંગ વિસ્તાર પણ રાખવામાં આવ્યો છે. નહીં નફો, નહીં નુકસાનની થિમ પર ઊભું કરવામાં આવેલું સુરત ડાયમંડ બુર્સ 20 લાખ સ્ક્વેર ફૂટમાં વિસ્તરેલું છે, એમ સુરત ડાયમંડ બુર્સના CEO મહેશ ગઢવીએ કહ્યું હતું.