નવસારીઃ ન્યૂઝીલેન્ડમાં ક્રાઈસ્ટ ચર્ચ નજીકની મસ્જિદમાં જે હુમલો થયો તેમાં સૂરતના એક રહેવાસીનું પણ મૃત્યુ થયું છે. તો આ સિવાય નવસારીના અડદા ગામનો એક યુવાન કે જેનું નામ જુનેદ છે તેના વિશે હજી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ત્યારે આ વાતને લઈને આખો પરિવાર અત્યારે ચિંતિત બન્યો છે. ઘટનાથી જે લોકો ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા તેમાં જુનેદ નામના બેથી ત્રણ લોકો છે. એટલા માટે પરિવારને હજી એ મામલે ખ્યાલ નથી આવ્યો કે પોતાના દીકરાનું મોત થયું છે તે ઘાયલ થયો છે. ત્યારે આ વાતને લઈને આખો પરિવાર અત્યારે શોકમાં ગરકાવ થયો છે.
ફાયરિંગ સમયે ત્યાં એકથી વધારે જુનેદ હતાં. જેના કારણે હજી સુધી પુષ્ટિ નથી થઇ રહી કે તેમનો જુનેદ ઇજાગ્રસ્ત છે કે મૃત્યુ પામ્યો છે. મહત્વનું છે કે જુનેદનાં કાકા પણ ન્યૂઝીલેન્ડમાં 1948થી સ્થાયી થયેલાં છે. તેઓ બે મહિનાથી જ વતનના પ્રવાસે છે. જે મસ્જિદમાં હુમલો થયો હતો તેની સ્થાપના પણ તેમણે જ કરી હતી અને તે માટેનું ભંડોળ પણ તેમને જ એકત્ર કર્યું હતું. જુનેદ અંગેની વાત પણ કાકાએ સ્પષ્ટ કરી છે.
મસ્જિદમાં થયેલા હુમલામાં જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો તેમાં સુરતનાં એક વ્યક્તિ આતંકી હુમલામાં ગોળીબારનું નિશાન બની પોતાની જીવ ગુમાવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લોટાકા મસ્જિદમાં મૌલવી તરીક સેવા આપતાં હાફીઝ મુસા પટેલ પણ ઉપરોક્ત ફાયરિંગમાં શરીરના વિવિધ ભાગે ગોળીઓ વાગતાં તેમનું મોત થયું હતું.