અમેરિકામાં લૂંટના ઈરાદે ગુજરાતી યુવક પર ફાયરિંગ

અમદાવાદ- વિદેશમાં વસતા ગુજરાતીઓ પર અવારનવાર હુમલાઓની ઘટના સામે આવે છે. ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલો થવાની ઘટના બહાર આવી છે. અમેરિકાના સાઉથ કોરિનામાં આવેલા એક સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્ટોરમાં જ ગુજરાતના આંકલાવનો યુવક ખુશ પટેલ કામ કરતો હતો. હુમલાખોરોએ ખુશ પટેલને માથાના ભાગે ગોળી મારી હતી.

અમેરિકાના સાઉથ કોરિનામાં આવેલા એક સ્ટોરમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણા સમયથી નોકરી કરે છે. જોગાનુંજોગ ખુશ પટેલ સ્ટોરમાં એકલો હતો, ત્યારે હુમલાવરોએ સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે અંદર ઘૂસ્યા હતા. બાદમાં હુમલાવરોએ ખુશ પટેલ પર લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. ખુશને માથાના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે અહીં હાજર લોકોએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હુમલો થવાના સમાચાર મળતા ખુશ પટેલના પરિવારજનોમાં ભયનો માહોલ બની ગયો છે. સદ્દનસીબે આ હુમલામાં ગુજરાતી યુવક માત્ર ઇજાગ્રસ્ત થયો છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અવારનવાર ભારતીય વેપારીઓ પર લૂંટના ઈરાદે હુમલાઓ થઈ રહ્યાં છે. ભારતીયોની સુરક્ષા માટે અમેરિકન સરકાર પણ ઘણી વખત નિવેદન આપી ચુકી છે. પરંતુ હજુ સુધી અમેરિકામાં ભારતીયો પર હુમલા થવાનું બંધ નથી થઈ રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]