ગણપત યુનિ.માં “નેશનલ મેથેમેટિકસ ડે”ની ઉજવણી કરાઈ

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસના ગણિત વિભાગ દ્વારા શ્રીનિવાસન રામાનુજનની 134મી વર્ષગાંઠ પર 22-23 ડિસેમ્બરે “નેશનલ મેથેમેટિક્સ ડે-2021″ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ક્વિઝ, કોલાજ મેકિંગ કોમ્પિટિશન, ઓડિયો વિઝ્યુઅલ મેકિંગ કોમ્પિટિશન, ઓરલ પ્રેઝન્ટેશન, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, રંગોળી કોમ્પિટિશન, મેથેમેટિકલ ચાર્ટ અને મેથેમેટિકલ મોડેલ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી કુલ 160 વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પર્ધાઓ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ડો. શશિકાન્ત શર્મા (સાયન્ટિસ્ટ-ઇસરો, અમદાવાદ), પ્રો. જિજ્ઞાંશુ ચૌહાણ (એમ. & એન. વિરાણી સાયન્સ કોલેજ, રાજકોટ) અને ડો. મહેશ યેવળેકર (ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મોડાસા) દ્વારા એક્સપર્ટ લેક્ચર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન ડો.એસ. એસ. પંચોલી અને સાયન્સ ફેકલ્ટીના ડીન અને પ્રિન્સિપાલ ડો. અમિત પરીખ ઉપસ્થિત રહીને સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં સાયન્સ કોલેજના કેટલાક ફેકલ્ટી અને કેટલાક વિદ્યાર્થીઓએ ભાગ ભજવ્યો હતો, જેમાં મુખ્ય ભૂમિકા ડો. સચિનકુમાર સિંહ અને પારિતોષ પ્રજાપતિએ બજાવી હતી.