અમદાવાદઃ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) દ્વારા બે દિવસિય સ્ટેટ લેવલ નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) ની ગુજરાત વિદ્યાપીઠ ખાતે શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં યુવાનોએ સમાજના હિતમાં પોતાના નવીનતમ વિચારો રજૂ કર્યા હતા.
રાજયભરમાથી 330 થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. 330 વિદ્યાર્થીઓએ માથી, 26 વિદ્યાર્થીઓએ નેશનલ કોમ્પિટિશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની સાથે 7 શિક્ષકો અને બે કોર્ડીનેટર રહેશે.
આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ બાળકો માટે સ્કૂલ અને સ્કૂલની બહાર તેમની સર્જનાત્મક્તા માટે મંચ ઉપલબ્ધ કરવવાનો છે. આ વર્ષની પ્રોગ્રામ થીમ – સાયન્સ, ટેકનૉલોજી એન્ડ ઇનોવેશન ફોર ક્લીન, ગ્રીન એન્ડ હેલ્ધી નેશન છે જેના પર વિદ્યાર્થીઓએ પોતાના પ્રેઝન્ટેશન તૈયાર કર્યા છે.
ભાગ લેનારે પાચ ટોપીક પૈકી કોઈ એકની પસંદગી કરવાની હોય છે.
- ઇકોસિસ્ટમ એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસીઝ
- હેલ્થ , હાઇજિન એન્ડ સેનિટેશન
- વેસ્ટ ટુ હેલ્થ
- સોસાયટી , કલ્ચર એન્ડ લાઈવહુડ્સ
- ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ
કાર્યક્રમમાં માનવ જાત માટે શેરડી અને તુલસી, અનાજની સંગ્રહ પદ્ધતિઓમાં કેવી રીતે સુધારા કરવા, મશરૂમની ખેતી, વિજ્ઞાનની મદદથી કેવી રીતે અંધશ્રદ્ધામાથી બહાર આવવું, સોશિયલ મીડિયાની સામાજિક અસર જેવા વિષયો પર ચર્ચા કરાઇ.
આ પ્રસંગે વાત કરતાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. અનામિક શાહે વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજીના વૈજ્ઞાનિક અભિગમથી માહિતગાર કર્યા. તેમણે જણાવ્યુ કે “ ગાંધીજી દેશની આઝાદી માટે લડત ચલાવતા હતા સાથે જ તેઓ, વૈજ્ઞાનિક અભિગમ રાખતા, યુવાઑને ચકાસવા તેઓ વિદ્યાર્થીઓએ માટે રેંટિયો કાંતવાની હરીફાઈ યોજી તેમને પ્રોત્સાહિત કરતાં અને શ્રેસ્ઠ કામગીરી બદલ ઈનામ પણ આપતા.
આ પ્રસંગે ગુજકોસ્ટના એડવાઇઝર ડો, નરોત્તમ સાહુ ,ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટાર ડો. ભરત જોશી અને NCSCના સ્ટેટ કોર્ડીનેટર ડો. ભારત પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ ચિલ્ડ્રનસ સાયન્સ કોંગ્રેસ 10 થી 17 વર્ષ ના વિદ્યાર્થીઓને તેમના વૈજ્ઞાનિક અભિગમને વિકસાવી જ્ઞાનના ઉપયોગ દ્વારા પોતાના સપના સાકર કરવાની તક આપે છે. NCSC વિદ્યાર્થીઓએને કેટલાક સામાજિક પ્રશ્નો તરફે વિચારવા, તેના ઉપાયો શોધવા અને તેના વૈજ્ઞાનિક ઢબે સમાધાન માટે પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરે છે.