મુંબઈ: 1971માં સ્થપાયેલી મુંબઈની પ્રાચીન શાળાઓમાંની એક જમનાબાઈ નરસી સ્કૂલે #iCan સ્કૂલ ચેલેન્જમાં જીત હાંસલ કરી છે. અદાણી જૂથ દ્વારા આયોજીત શાળા-સ્તરની આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવાની લડાઈને મજબૂત કરવા અંગે વિચારો મંગાવવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં ‘ક્લીનર ફ્યુચર’ થીમ અંતર્ગત દેશભરની લગભગ 240 શાળાઓ દ્વારા 748 વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પવાર પબ્લિક સ્કૂલ, ભાંડુપ અને અંજુમન-એ-ઈસ્લામની મુસ્તફા ફકીહ ઉર્દૂ હાઈ સ્કૂલ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને વિજેતા રહ્યા. યુએન ચેમ્પિયન્સ ઑફ અર્થ એવોર્ડ વિજેતા એડ.અફરોઝ શાહ, મિશન ગ્રીન મુંબઈના સ્થાપક અને વોટર હીરો-2019 એવોર્ડ વિજેતા શ્રી સુભાજિત મુખર્જી અને અદાણી ગ્રૂપ હેડ ઓફ સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઈમેટ ચેન્જ પ્રો. અરુણ શર્માની પેનલ દ્વારા સર્વશ્રેષ્ઠ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.
અદાણી ગ્રુપના સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઈમેટ ચેન્જના હેડ પ્રો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે “વૈશ્વિક આબોહવા સંકટ સામેની સૌથી મોટી લડાઈ ભવિષ્યમાં લડવામાં આવશે, આજના બાળકો એવી પેઢી હશે જે તે લડાઈનું નેતૃત્વ કરશે અને લડશે. iCan સ્કૂલ ચેલેન્જ જેવી રાષ્ટ્રીય પહેલને આગળ વધારતા અમને આનંદ અનુભવીએ છીએ. હું માનું છું કે આવી સ્પર્ધાઓ આપણી યુવા બ્રિગેડને પોતાના અને રાષ્ટ્રના ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત કરવુ તે વિશે ઊંડાણપૂર્વક વિચારવા પ્રોત્સાહિત કરશે.”
જ્યુરી મેમ્બર અફરોઝ શાહે જણાવ્યું હતું કે “અમે આજે ઘણા યુવા નેતાઓ જોયા છે. દરેક યુવાન બાળક ટેબલ પર કંઈક નવો વિચાર લાઈને આવે છે જે રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ થશે”,.
જ્યુરીના સભ્ય સુભાજીત મુખર્જીએ ઉમેર્યું હતું કે.”આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળક વિજેતા છે, અહીં પ્રસ્તુત કરેલા નવીન વિચારો એ વાતનો પુરાવો છે કે ભારતમાં યુવા ઇકો-ચેમ્પિયન્સ ભારે સંખ્યામાં હાજર છે. #iCan સ્કૂલ ચેલેન્જ જેવી પહેલથી આપણી આગામી પેઢીને આબોહવા પરિવર્તન ઘટાડવા અંગે ધ્યાન કેન્દ્રિત કરવા રાષ્ટ્રને શું કરવાની જરૂર છે એ સુનિશ્ચિત કરે છે.”
જમનાબાઈ નરસી સ્કૂલને વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડતી એમઆઈટી એપ ઈન્વેન્ટર પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલી ‘હાઉસ-હોલ્ડ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ’ બદલ રૂ. 1.5 લાખનું ઈનામ એનાયત કરવામાં આવ્યુ હતુ. પવાર પબ્લિક સ્કૂલ, ભાંડુપ અને અંજુમન-એ-ઈસ્લામની મુસ્તફા ફકીહ ઉર્દુ હાઈસ્કૂલને 2જા અને 3જા સ્થાન પર વિજેતા થવા બદલ રૂ. 1 લાખ અને રૂ. 50,000ની રકમ એનાયત થઈ હતી, તેમણે કચરાની ગરમીનો હેતુપૂર્વક ઉપયોગ અને ને ભવિષ્ય માટે LED TEG બનાવવા માટેના ઉકેલો સૂચવ્યા હતા. તેમણે પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટના જથ્થાને વ્યવસ્થિત રીતે ઘટાડવા ફોરવર્ડ ‘ઝીરો વેસ્ટ સ્કૂલ’નો વિચાર મૂક્યો હતો.
સ્પર્ધક શાળાઓએ આબોહવા પરિવર્તનને લઈને પોતાના વિચારો વ્યક્ત કરતા ‘ઊર્જા કાર્યક્ષમતા માટે વર્ચ્યુઅલ ઓપરેટિંગ સિસ્ટમ્સ, બહુહેતુક ઈકોબ્રિક્સ અને ‘વર્ટિકલ ફાર્મિંગ’ સોલ્યુશનથી લઈને વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. ટકાઉ પર્યાવરણીય પ્રથાઓ માટે કચરાના સર્જનને ઘટાડવા માટે ખાદ્ય કટલરી માટેના વિચાર પણ સામેલ કર્યા હતા. IIT મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દેશભરની શાળાઓ દ્વારા મોકલવામાં આવેલી સેંકડો એન્ટ્રીઓમાંથી ગ્રાન્ડ ફિનાલે માટે 50 વિચારોને શોર્ટલિસ્ટ કરવામાં મદદ કરી હતી.