ગુજરાત સહિત પશ્ચિમી રાજ્યોના વિવાદો સુલઝાવવા બેઠક મળી, અમિત શાહે કરી અધ્યક્ષતા, કહ્યું…

પણજી– કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે પણજી (ગોવા)માં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 24મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગોવાના સીએમ ડૉ.પ્રમોદ સાંવત, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રશાસક પ્રફુલ પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

સભાને સંબોધન કરતાં અમિત શાહે કાઉન્સિલના તમામ સભ્યોને બેઠકમાં આવકાર્યા હતાં અને આશા વ્યક્ત કરી હતી કે આ એક ફળદાયી બેઠક હશે, જ્યાં કેન્દ્ર-રાજ્ય અને આંતર-રાજ્ય ઘડતરના તમામ પ્રશ્નો સંમતિથી ઉકેલવામાં આવશે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિચારવિમર્શ કર્યા પછી, સર્વસંમતિથી લીધેલા સ્પષ્ટ નિર્ણયોનો દેશના સંઘીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ થવો જોઈએ.

ગૃહપ્રધાન શાહે જણાવ્યું હતું કે પશ્ચિમ ઝોન ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ રહ્યું છે કારણ કે ઝોનનાં રાજ્યો જીડીપીમાં આશરે 24% અને દેશના કુલ નિકાસમાં 45% ફાળો આપે છે. તેથી, રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના તમામ બાકી મુદ્દાઓને પશ્ચિમી ઝોનલ કાઉન્સિલના માધ્યમથી અગ્રતાના ધોરણે હલ કરવાની જરૂર છે. તેમણે વધુમાં ઝોનમાં આવેલા રાજ્યોની ઉત્તમ કામગીરી અને સહકારી ક્ષેત્રે અગ્રણી હોવા બદલ પ્રશંસા કરી હતી. ઝોનમાં આવેલા રાજ્યો ખાંડ, કપાસ, મગફળી અને માછલીના મોટા નિકાસકાર છે અને દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો પણ આપે છે.

અમિત શાહે આશા વ્યક્ત કરી હતી કે આ બેઠકના એજન્ડામાં સૂચિબદ્ધ મુદ્દાઓને ઉકેલવામાં નિર્ણાયક અને ફળદાયી નીવડશે. તેમણે જણાવ્યું હતું કે એજન્ડામાં સૂચિબદ્ધ મુદ્દાઓ ઉપરાંત તેઓ કાયદો અને વ્યવસ્થા અને વહીવટી સુધારા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉમેરવા અને તેની ચર્ચા કરવા માંગે છે જેથી આ કાઉન્સિલની બેઠક દેશના વિકાસને વધુ ગતિ આપવા માટે મદદરૂપ થઈ શકે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં પૂરપીડિતો પ્રત્યે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યોને પૂરને કારણે થયેલા નુકસાનનું આકારણી કરવા અને ભારત સરકારને તેમની જરૂરિયાત મોકલવાની વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત સરકારે પૂરથી થયેલા નુકસાનની આકારણી કરી છે, જેના માટે રાજ્યોના અહેવાલોની રાહ જોયા વિના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે કેન્દ્રીય ટીમો બનાવવામાં આવી છે