અમદાવાદ– લોકસભાની 26 બેઠકો માટે ગુજરાતમાં મુખ્ય રાજકીયપક્ષો, અન્ય રાજકીય પક્ષ, અપક્ષો..એમ કોડીબંધ ઉમેદવારીપત્ર ભરાઈ ચૂક્યાં છે.આજથી સ્ક્રૂટિની શરુ થઈ છે. ત્યારે ચૂંટણી પંચની નિયમિત પ્રક્રિયામાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવી રહ્યાં છે. જેમ કે શીર્ષકમાં સૂચવ્યું તેમ એક શહેરમાં-અમદાવાદમાં બે બેઠક માટે કુલ 51 ઉમેદવારો ચૂંટણીનો ચાંલ્લો કરી ચૂક્યાં છે. લોકસભા માટે અમદાવાદ પૂર્વ બેઠકમાં કુલ 34 અને પશ્ચિમ બેઠકમાં 17 ઉમેદવારી પત્ર ભરાયાં છે.શતાયુ મતદાતાઓને સાથે રાખી મતદાન ઉજવણી કાર્યક્રમ યોજાશે
અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે, આચારસંહિતાના ભંગ બદલ આઠ ફરિયાદો થઈ હતી જેનો નિકાલ કરવામાં આવ્યો છે તથા સિ-વિજીલ એપ્લીકેશન મારફત ૬૭ ફરિયાદો મળેલ જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લોકસભાની આ ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં ફુલ ૧૬૦૦૦ દિવ્યાંગો માટે જે તે વિસ્તારમાં ૯૧૩ વ્હીલચેર અને ૨૫૦૦ સ્વયંસેવક ની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ૭૧૯ શતાયુ મતદાતાઓ છે. જેમને સાથે રાખી આગામી દિવસોમાં શતાયુ મતદાતા ઉજવણી કરવામાં આવશે. નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સતત કાર્યરત
નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે તંત્ર સતત કાર્યરત છે તેમ કલેક્ટરે જણાવ્યું હતુ. અત્યાર સુધીમાં ૧૧,૦૦૦ વાહનો ચેક કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં ૧ કરોડ ૫૫ લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ૧૫,૩૬૧ બોટલ સાથે શહેરી વિસ્તારમાં કુલ ૪૫ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તથા ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૭૩ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરભરમાંથી કુલ ૧૭,૦૦૦ બેનર- જાહેરાતો સરકારી મકાનો પરથી તથા ૧૩,૦૦૦ બેનર- જાહેરાતો ખાનગી માલિકીના મકાન પરથી હટાવવામાં આવ્યા છે. ઇવીએમ પ્રશિક્ષણ દરમિયાન 3 લાખ શહેરીજનોએ કર્યું મોક વોટિંગ
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ઇ.વી.એમ.પ્રશિક્ષણ માટે શહેરમાં ૧૩૮૦ જગ્યાએ ઇવીએમ નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ચાર લાખ ૧૭ હજાર લોકોએ લાભ લીધો તથા ત્રણ લાખ લોકોએ મોક વોટિંગ કર્યું. ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી બાબતે તેઓએ જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૧૫ પછી ૩,૩૫,૭૦૭ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા
જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે અને સુધારા સાથેના અથવા નવા ચૂંટણીકાર્ડ મતદારોને આપવાની પ્રક્રિયા ચાલુ છે. હવે નવા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા નથી.