બીજેપીના સ્થાપના દિવસે અમિત શાહનો રોડ શો, સાબરમતિ-સરખેજ વિધાનસભામાં કરશે પ્રચાર

અમદાવાદઃ આવતીકાલે 6-04-2019 તારીખના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપના સ્થાપના દિવસ નીમિત્તે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ભાજપના સ્થાપના દિવસથી પોતાના પ્રચાર કેમ્પેઈનની શરુઆત કરશે. તેઓ વેજલપુર અને સાબરમતી વિધાનસભામાં કેમ્પેઈન કરશે. તો આ સાથે તેઓ બીજેપી લીડર્સ સાથે ચર્ચા પણ કરશે.

અમિત શાહની આ રેલી આવતી કાલે સવારે 9 વાગ્યે સરખેજમાં આવેલા વણઝરથી શરુ થશે ત્યાર બાદ મકરબા, શિવનંદ નગર, વેજલપુર અને ત્યારબાદ જીવરાજપાર્કથી પ્રહલાદનગર, લોટસ સ્કુલ ચાર રસ્તાથી માનસી સર્કલ અને ત્યારબાદ વસ્ત્રાપુર પહોંચશે.

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગાંધીનગર વિધાનસભા બેઠકથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. અમિતશાહ સરખેજ વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અમિત શાહની આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]