રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી, કપાસ અને તુવેરની મોટા પ્રમાણમાં આવક

રાજકોટ: આજે શહેર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક નોંધાય હતી. ડુંગળી સહિત કપાસ, તુવેરની પણ સારા પ્રમાણમાં આવક નોંધાય છે. રાજકોટ APMCમાં આજે લાલ ડુંગળીની સૌથી વધુ 6700 ક્વિન્ટલ આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ડુંગળીના પાકના ખેડૂતોને 130થી 400 રૂપિયા ભાવ મળ્યો હતો. ડુંગળી બાદ કપાસની 2051 ક્વિન્ટલ આવક થઈ હતી. જેનો ખેડૂતોને 1311 થી 1480 રૂપિયા ભાવ મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજોકટ APMCમાં આજે તુવેરની 3 હજાર ક્વિન્ટલ આવક નોંધાય છે. જગતના તાતને એક મણ તુવેરનો 1200 થી 2498 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં તુવેરની સાથોસાથ સોયાબીનની 250 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 770 થી 803 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં ટુકડા ઘઉંની 350 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની 60 ક્વિન્ટલ આવક થઈ છે. ખેડૂતોને ટુકડા ઘઉંનો 601 થી 639 રૂપિયા અને લોકવન ઘઉંનો 570 થી 620 રૂપિયા ભાવ મળ્યો હતો. શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટામેટાંની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 3200 ક્વિન્ટલ થઈ છે. ખેડૂતોને એક મણ બટાકાનો 170 થી 280 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જ્યારે એક મણ ટામેટાંનો 100 થી 200 રૂપિયા ભાવ મળી રહ્યો છે. આજે યાર્ડમાં ટામેટાંની આવક 1680 ક્વિન્ટલ થઈ છે. જ્યારે લીંબુના ભાવ 200 થી 800, લીલા મરચા 300 થી 500, રીંગણા 300 થી 500 અને ભીંડો 800 થી 1000 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે.