કાનપુરઃ ઉત્તર પ્રદેશ એટીએસ અને એસટીએફ દ્વારા ગુજરાત પોલીસ સાથે મળીને કાનપુરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ હિંદૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી પિસ્તોલ કથિત રુપે હત્યાના આરોપીઓને પ્રાપ્ત કરાવી આપી હતી. અત્યારે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
એટીએસે જણાવ્યું કે કમલેશ તિવારીની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી બંદૂક પ્રોવાઈડ કરવાના સંબંધમાં યુસુફ ખાનને ઉત્તર પ્રદેશ એટીએસ અને ગુજરાત એટીએસે સંયુક્ત કાર્યવાહીમાં શુક્રવારના રોજ કાનપુરથી ધરપકડ કરી. એટીએસે જણાવ્યું કે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર યૂસુફને મૂળથી યૂપીના ફતેહપુરનો રહેનારો છે.
ઉત્તર પ્રદેશ એટીએસે એક નિવેદનમાં જણાવ્યું કે 18 ઓક્ટોબરના રોજ હિંદૂ સમાજ પાર્ટીના નેતા તિવારીની બે લોકોએ હત્યા કરી દીધી હતી. મામલાના મુખ્ય આરોપી અશફાક ઉર્ફ મોઈનુદ્દીન અને ફરીદ પઠાણ જેલમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના સૂરતમાં હત્યારાઓને યુસૂફે જ પીસ્ટલ અપાવી હતી. તે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જ રહી રહ્યો હતો.