પાંચ કરોડ લોકોને જોડવા માટે હવે કોંગ્રેસે પણ બનાવી એપ

નવી દિલ્હીઃ દેશભરમાં પાંચ કરોડ લોકોને પોતાની સાથે જોડવાના લક્ષ્ય સાથે સદસ્યતા ઝુંબેશ કરુ કરનારી કોંગ્રેસે આના માટે એક વિશેષ એપ તૈયાર કરી છે જે અંતર્ગત તે પોતાના નવા સદસ્યોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરશે. આ ડેટાબેઝ નવા સભ્યોના વર્ગ અને પ્રોફેશનના આધાર પર તૈયાર કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપનું નામ ઓફીશિયલ આઈએનસી મેમ્બરશિપ છે. જેની શરુઆત આગામી ચાર નવેમ્બરના રોજ થઈ શકે છે. આ એપને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી પણ મળી ગઈ છે.

કોંગ્રેસ ભાજપની જેમ મિસ્ડ કોલ દ્વારા નહીં, પરંતુ આ એપના માધ્યમથી વાસ્તવિક સભ્ય બનાવવા માંગે છે. આ એપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત સૌથી પહેલા છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં થશે. ત્યારબાદ દેશના બીજા રાજ્યોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ એપના માધ્યમથી કોંગ્રેસની સદસ્યતા લેનારી વ્યક્તિનો પહેલા ફોન નંબર નાંખવામાં આવશે અને ત્યારબાદ તેની તસવીર લેવામાં આવશે. બાદમાં વર્ગ અને કાર્યના વિકલ્પોમાંથી સંબંધિત વિકલ્પને ભર્યા બાદ તેના સદસ્યતા ફોર્મને સબમિટ કરી દેવામાં આવશે.

એપમાં ‘સામાન્ય, ઓબીસી, એસસી, એસટી, લઘુમતી અને અન્ય’ ના હેઠળ નવા સભ્યોએ પોતાના વર્ગનો ઉલ્લેખ કરવો પડશે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, પાર્ટી પોતાના સભ્યોનો એક વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા માંગે છે. તેથી આ એપ દ્વારા સદસ્યોના વર્ગ અને કાર્યની પણ જાણકારી લેવામાં આવશે.

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલની દેખરેખમાં પાર્ટી વ્યાપક સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. જે હેઠળ નવા પાંચ કરોડ સભ્યોને પાર્ટી સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, આ અભિયાનમાં બનાવટી સદસ્યતાથી બચવા માટે ડીજીટલ પ્રણાલીનો સહારો લેવામાં આવી રહ્યો છે. વેણુગોપાલે હાલમાં જ પાર્ટી નેતાઓને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડને છોડીને તમામ રાજ્યોમાં સદસ્યતા માટે ડોર-ટુ ડોર અભિયાન શરૂ કરવા માટે કહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]