ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે આ મામેલ ફરિયાદ સ્થાનિક પોલીસે નહીં લેતા એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી. જેનાથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ ઘોડા છૂટા મેલતાની સાથે પોલીસને જાણવા મળ્યું કે, રાજકોટ નજીક વાહનની અડફેટે આવી યુવકનું મૃત્યુ થયું છે. આ મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે પણ પ્રતિક્રિયા આપી છે.
ગોંડલમાં પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે જેમણે થોડા સમય પહેલા આક્ષેપ કર્યા હતા કે, 2જી માર્ચના રોજ મારા પુત્ર સાથે હું મોટા અવાજથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્યના ઘર પાસેથી નીકળો ત્યારે જયરાજસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ પૂર્વ ધારાસભ્યએ ખોટી રીતે માર્યા પણ હતા. જે બાદ વાત થાળે પડતા રતનલાલ શંકરલાલ તેમના પુત્ર રાજકુમાર સાથે ઘરે પરત ફર્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ આ દરમિયાન પોલીસને ત્રણ દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દીશામાં તપાસ શરૂ કરી હતી. જે મરનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
मैं प्रधानमंत्री श्री @narendramodi और केंद्रीय गृह मंत्री श्री @AmitShah,गुजरात के राज्यपाल महामहिम @ADevvrat जी, गुजरात के मुख्यमंत्री श्री @Bhupendrapbjp का ध्यान गुजरात के राजकोट में गोंडल विधानसभा क्षेत्र में राजस्थान के भीलवाड़ा निवासी युवक राजकुमार जाट की हुई हत्या के…
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) March 9, 2025
ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે CBI તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ. હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ પરિવારને મદદ કરે અને ન્યાયની લડાઈમાં તેમને ટેકો આપે. હું ગુજરાત પોલીસને કહેવા માંગુ છું કે, પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ. આ હત્યા કેસમાં તાત્કાલિક FIR દાખલ કરવી જોઈએ અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ’
