IIT-ગાંધીનગર દ્વારા ગ્રાફિક કલાકારો સાથે ‘કોમિક્સ કોન્ક્લેવ’નું આયોજન

ગાંધીનગર: કોમિક્સ દ્વારા શિક્ષણ જગત અને કથા વર્ણનની દુનિયા વચ્ચેના અંતરને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN), યુનિસેફ દ્વારા સમર્થિત તેની સોશિયલ એક્શન એન્ડ પોલિસી લેબ સાથે ભાગીદારીમાં,21-22 જાન્યુઆરી, 2023ના રોજ તેના કેમ્પસમાં “કોમિક્સ કોન્ક્લેવ”નું આયોજન કરવા જઈ રહ્યું છે. બે દિવસીય કોન્ક્લેવ પ્રખ્યાત ગ્રાફિક નવલકથાકારો, કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, અને શૈક્ષણિક વિદ્વાનો સાથે વાર્તાલાપ અને ઇન્ટરેક્ટિવ સત્રોની શ્રેણીથી ભરપૂર છે.

ઓરિજિત સેન, ગ્રાફિક નવલકથાકાર, કલાકાર, અને ડિઝાઇનર, ‘સ્ટોરી બિહાઉન્ડ ધ રિવર ઓફ સ્ટોરીઝ’ અને તેમના વર્તમાન પ્રોજેક્ટ્સ વિશે વાત કરશે,  અમૃતા પાટીલ, ગ્રાફિક નવલકથાકાર અને કલાકાર, ‘ગ્રાફિક મૂવમેન્ટ’ પર ટોક આપશે,  સારનાથ બેનર્જી, ગ્રાફિક નવલકથાકાર, કલાકાર અને ફિલ્મ નિર્માતા, ‘દિલ્હીમાં વોટર વોર્સ’પર સંવાદમાં ભાગ લેશે,  પિનાકી ડે, કોમિક્સ સ્કૉલર, શિક્ષક, અને ડિઝાઇનર, ‘ધ સ્કેચબુક ઓફ સત્યજિત રે એન્ડ અ મિસ્ડ એન્કાઉન્ટર વિથ કોમિક્સ’ પર ચર્ચા કરશે,  નિખિલ ગુલાટી, ગ્રાફિક નવલકથાકાર, ‘ટાઈમ ટ્રાવેલ થ્રુ કોમિક્સઃ એક્સપ્લોરિંગ ઈન્ડિયાઝ પાસ્ટ’ પર વક્તવ્ય આપશે,  દેબકુમાર મિત્રા, લોંગફોર્મ કલેક્ટિવના સ્થાપક અને સંપાદક, શિક્ષક, અને ચિત્રકાર, ‘લોંગફોર્મ સ્ટોરીઃ ધ લોંગ એન્ડ શોર્ટ ઓફ ઇટ’ પર વાર્તાલાપ આપશે અને ગાયત્રી મેનન, ડિઝાઇન શિક્ષક, સંશોધક, અને કલાકાર, ‘પરંપરાગત ભારતીય વાર્તાવર્ણન’ પર ચર્ચા કરશે.

તેમની સાથે IITGN  ખાતે હ્યુમેનિટીસ એન્ડ સોશિયલ સાયન્સીઝ (HSS) અને કોગ્નિટિવ સાયન્સ ડિસિપ્લિનના શૈક્ષણિક વિદ્વાનો અને ફેકલ્ટી સભ્યો જોડાશે, જેમાં ડૉ ટી એસ કુંબર, પ્રોફેસર જેસન મંજલી, પ્રોફેસર નિશાંત ચોક્સી, પ્રોફેસર લેસ્લી લઝાર, પ્રોફેસર અરકા ચટ્ટોપાધ્યાય, પ્રોફેસર દીપક સિંઘાનિયા, પ્રોફેસર મધુમિતા સેનગુપ્તા, પ્રોફેસર અર્ગા મન્ના, પ્રોફેસર અંબિકા અયદુરાઈ, અને અવની વરિયાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં 21 જાન્યુઆરીની સવારે ઓરિજિત સેનની “રીવર ઓફ સ્ટોરીઝ” (25મી એનિવર્સરી એડિશન), ભારતની પ્રથમ ગ્રાફિક નવલકથાના પુસ્તકનું વિમોચન તેમજ બંને દિવસે 4 થી 8 વાગ્યા સુધી દેશભરના કલાકારોની કોમિક્સનું પ્રદર્શન પણ જોવા મળશે.

કોઈપણ વ્યક્તિ 21 જાન્યુઆરી, 2023 સુધીમાં વેબસાઇટ પર નોંધણી કરાવીને વિનામૂલ્યે ઇવેન્ટના સત્રોમાં ભાગ લઈ શકે છે: https://art.iitgn.ac.in/comicconclave2023.html

આ અનોખા કોન્ક્લેવ પાછળના વિચારને શેર કરતા, પ્રોફેસર અર્ગા મન્ના, આર્ટિસ્ટ-ઈન-રેસિડેન્સ, અને પ્રોફેસર જેસન મંજલી, HSS ડિસિપ્લિનના વડા, IITGN, જેઓ કોન્ક્લેવના સહ-આયોજકો પણ છે, તેમણે જણાવ્યું કે, “વૈકલ્પિક કોમિક્સ સ્મૃતિઓ, સામાજિક-રાજકીય મુદ્દાઓ, જેંડરના મુદ્દાઓ, પર્યાવરણ, ઇતિહાસ, અને શૈક્ષણિક સંશોધન હેઠળ આવતા અન્ય ઘણી બાબતોને વ્યક્ત કરવા અને વર્ણવવા માટેના મનપસંદ સાધનો પૈકીની એક બની ગઈ છે. મનોરંજક માધ્યમ હોવાની સાથે, કોમિક્સ વિવેચનાત્મક વિચારસરણી માટે શિક્ષણશાસ્ત્રના સાધન તરીકે પણ ઉભરી રહ્યું છે. અમારું માનવું છે કે IITGN દ્વારા કૉમિક્સ કોન્ક્લેવ એવી જગ્યા બનાવવામાં સક્ષમ રહેશે જેમાં શિક્ષણવિદો અને કૉમિક્સ કલાકારો/ગ્રાફિક નવલકથાકારો વિચારોનું આદાન-પ્રદાન કરી શકે, સંવાદોમાં જોડાઈ શકે, અને હાઇબ્રિડ જ્ઞાનનું સંશ્લેષણ કરી શકે.”