ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરે એન્જિયરિંગ, સાયન્સ તેમ જ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસનાં તમામ ક્ષેત્રના નવા ડોક્ટરેટ્સ માટે IIT- ગાંધીનગર અર્લી-કેરિયર ફેલોશિપ (IITGN-ECF) રજૂ કરી છે. આ ફેલોશિપ અસામાન્ય અને વિચારશીલ સંશોધનકર્તાઓને તેમના લાંબા ગાળાના સંશોધન અને શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ વધારવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.
IIT-ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર્સ સાથે કામ કરવાની તક
ઉત્કૃષ્ટ શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ ધરાવતા સ્કોલર્સ કે જેમણે ૦૧ જુલાઈ ૨૦૧૯ પછી ભારતની કોઈ સંસ્થામાંથી ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે, તેઓ ૩૧ જુલાઈ, ૨૦૨૦ સુધીમાં IITGN-ECFમાં અરજી કરવા પાત્ર છે. જેમણે આ વર્ષે પોતાનું ડોક્ટરેટ થિસિસ સબમિટ કરી છે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. IITGN-ECF હેઠળ યુવા સ્કોલર્સને IIT-ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર્સ સાથે આકર્ષક સંલગ્ન પ્રશ્નો અને પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે, જે મહત્વપૂર્ણ સંશોધનના યોગદાનમાં પરિવર્તિત થઈ શકે છે. આ ફેલોઝ અન્ય સ્કોલર્લી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે, જેમ કે કોઈ કોર્સ શીખવવો અથવા અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સ પર માર્ગદર્શન આપવું અને આંતરરાષ્ટ્રીય વર્કશોપ્સમાં ભાગ લેવો.
ભારતમાં ઘણી સંશોધન પ્રતિભા
IIT–ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. સુધિર કે. જૈને જણાવ્યું હતું કે ભારતમાં ઘણી સંશોધન પ્રતિભા છે, જેને ઉત્તમતા તરફ દોરી જવામાં યોગ્ય તકો અને પ્રોત્સાહન આપીને રચનાત્મક રૂપે ચેનલાઇઝ કરવાની જરૂર છે. IIT-ગાંધીનગરે હંમેશાં યુવાન સ્કોલર્સની ક્ષમતાઓમાં વિશ્વાસ કર્યો છે. IITGN-ECF સાથે અમે પ્રતિભાશાળી અને તાજેતરના ડોક્ટરેટ્સને એક વધારાની તક પૂરી પા[rઈને તેમને આવતી કાલના શૈક્ષણિક લીડર બનવા માટે તૈયાર કરવા ઇચ્છીએ છીએ.
ECF ફેલોઝને દર મહિને એક લાખ રૂપિયાની ફેલોશિપ
આ ફેલોશિપ માટે ઉમેદવારો પાસેથી અપેક્ષા ઘણી ઊંચી છે, તે માટે સંસ્થાન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ વાતાવરણની સાથે જરૂરી સહાય પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. પ્રોગ્રામના ફેલોઝ ફક્ત તેમની સોંપાયેલી શાખામાં જ નહીં, પરંતુ સંસ્થાના સંપૂર્ણ સંશોધન માળખા અને સુવિધાનો ઉપયોગ કરી શકશે, જે સર્જનાત્મક અને આંતરશાખાકીય ઈકોસિસ્ટમમાં વિકાસ અને નેટવર્કિંગની તકો આપે છે. ECF ફેલોઝને દર મહિને એક લાખ રૂપિયાની ફેલોશિપ અને દર વર્ષે બે લાખ રૂપિયા સુધીની પ્રોફેશનલ ડેવલપમેન્ટ ગ્રાન્ટ મળશે.
IITGN-ECF માટેની એપ્લિકેશન પ્રક્રિયાની વધુ માહિતી અને વિગતો અહીં ઉપલબ્ધ છે: https://www.iitgn.ac.in/research/early_career_fellowship#