અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના લીધે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી જે અનુસાર 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ એક અઠવાડિયા માટે રહેશે. સરકારે 10 વર્ષી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.
ગુજરાતની વાત કરીએ તો સદનસીબે ગુજરાતમાં હજુ સુધી કોરોના વાઈરસનો એકપણ પોઝિટીવ કેસ સામે આવ્યો નથી. કોરોનાનો સામનો કરવા ગુજરાત સરકાર પણ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે.
- કોરોનાની સારવાર માટે ગુજરાત સરકારે 127 હોસ્પિટલના નામ જાહેર કર્યાં
- રાજ્યની 127 હોસ્પિટલોમાં 635 બેડની વ્યવસ્થા કરાઈ
- ગુજરાતમાં ધ ગુજરાત એપેડેમિક એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો
- શંકાસ્પદ દર્દીઓ માટે હોસ્પિટલોની સાથે સાથે ડૉક્ટરોના મોબાઈલ નંબરની પણ વિગતો આપવામાં આવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
- રાજ્ય ચૂંટણી પંચે 13 તાલુકા પંચાયતોની 17 બેઠકો અને 13 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટાચૂંટણી મોકૂફ
- અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો ર૦મી માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે
- આ મંદિરોમાં નિયમિત થતી સેવા-પૂજા ચાલુ રહેશે
- ગુજકેટની ૩૦ માર્ચે લેવાનારી પરિક્ષા મોકૂફ, ૧૪ એપ્રિલ-ર૦ર૦ પછી આ પરિક્ષા લેવામાં આવશે
- મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ સેવાઓ બંધ
- અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ચેકપોસ્ટ પર સ્ક્રિનીંગ કરવામાં આવશે
- ગુજરાત યુનિવર્સિટી : બીજા તબક્કાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
- ઉત્તર ગુજરાત હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી : 17 માર્ચથી શરૂ થતી સેમ-4, 6ની પરીક્ષા મોકૂફ
- જીટીયુ : શૈક્ષણિક કાર્ય બંધ
- AMTS-BRTS 10 ટકા બસો પણ ઘટાડવામાં આવી
- કોર્પોરેશનની મોટા ભાગની બેઠકો, કમિટીઓ જરૂર ના હોય તો રદ કરવામાં આવશે. માત્ર લીગલ ચર્ચાની જરૂર હોય તો જ કમિટીઓની બેઠક યોજાશે.
- કોરોના વાઇરસની દહેશત વચ્ચે રાજકોટ પોલીસે લોકોમાં જાગૃતિ માટે અગત્યનો નિર્ણય લીધો
- રાજકોટ પોલીસે અરજદારોને સોશિયલ મીડિયા મારફતે અરજી અને ફરિયાદ નોંધાવવા અપીલ કરી
- સોશિયલ મીડિયાથી અરજદારોનો સંપર્ક કરી વીડિયો કોલિંગથી નિવેદન નોંધશે.
- તમામ પોલીસ સ્ટેશનોના ઇ-મેઇલ આઇડી અને ટેલિફોન નંબર જાહેર કર્યા
- પોલીસ કમિશનર કચેરીએ ટોળામાં રજૂઆત કરવા નહીં આવવા અપીલ
|