ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી શિવરાત્રી દરમિયાન યોજાનારા જૂનાગઢના મેળાનું મીની કુંભ મેળા તરીકે ઉજવવા માટેના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાને ગત વર્ષે જૂનાગઢમાં આ મેળાની મુલાકાત દરમિયાન મહા શિવરાત્રીના મેળાને મીની કુંભ મેળા તરીકે યોજવાની જાહેરાત કરી હતી. ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જે અંગે ગાંધીનગરમાં આજે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અગ્ર સચિવ એમ કે દાસ તેમજ વન પ્રવાસન શહેરી વિકાસ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ ના વરિષ્ઠ સચિવો અને પૂજ્ય ભારતી બાપુ શેરનાથ બાપુ સહીત જૂનાગઢ મહાપાલિકા મેયર કમિશનર અને કલેક્ટર તથા મેળા આયોજન સાથે સંકળાયેલા અગ્રણીઓ આ બેઠકમાં જોડાયા છે.