અમદાવાદમાં મેટાબોલિક રોગો અંગેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

અમદાવાદઃ ઑલ ઈન્ડીયા ઈન્સ્ટિટયૂટ ઓફ ડાયાબિટિસએન્ડ રિસર્ચ તથા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના સંયુક્ત ઉપક્રમે તા.12 અને 13 જાન્યુઆરી, 2019ના રોજ મેટાબોલિક રોગો અંગેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ- સ્વાસ્થ્યકોન 2019, અમદાવાદમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઓડિયોરિયમ ખાતે યોજાઈ રહી છે. આ કોન્ફરન્સને ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને ડી ફૂડ ઈન્ટરનેશનલનો સહયોગ પ્રાપ્ત થયો છે. બે દિવસના આ સમારંભમાં ડાયાબિટીસને લગતી જટીલ સમસ્યાઓની વર્તમાન સ્થિતિ, પડકારો અને આ ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે વિવિધ સહયોગીઓ સાથે ચર્ચા હાથ ધરાશે.

ચર્ચાના વિષય A journey from Traditional to Clinical(પરંપરાગતથી આધુનિકતા સુધી તબીબી સારવારનીસફર’) અંગે પ્રમાણ આધારિત ડેટા અને સફળતાપૂર્વક લાગુ કરી શકાય તેવા એડવાન્સ થેરાપીના વિકલ્પોની રજૂઆત કરવામાં આવશે, જેમાં સમયાંતરે પૂરવાર થયેલા વિકલ્પો સહિતની ચર્ચા કરવામાં આવશે. આ માહિતીપ્રદ સમારંભનો અભિગમશીખવું- શીખવવું  તથા જ્ઞાનના આદાન – પ્રદાનનો રહેશે. સમારંભમાં ડાયાબિટીસ મેનેજમેન્ટ વર્કશોપ્સ, પ્લેનરી સેશન્સ, પરામર્શલક્ષી કેસ સ્ટડીઝ, ચર્ચાઓ, ઈ-પોસ્ટર પ્રેઝન્ટેશન્સ અને રોમાંચક ક્વિઝનો સમાવેશ કરાયો છે. નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવવા માટે આ કોન્ફરન્સ એક આદર્શ મંચ બની રહેશે.

વર્ષ 2017માં નોંધાયેલા 72 મિલિયન દર્દીઓ સાથે ડાયાબિટીસ એ ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામી રહેલો રોગ છે. વર્ષ 2045 સુધીમાં આવા દર્દીઓની સંખ્યા વધીને 134 મિલિયન થશે. આ રોગમાં જાણકારી અને પ્રેક્ટીકલ અમલીકરણ વચ્ચેની ઊણપ પ્રેક્ટીશનર્સના સશક્તિકરણ દ્વારા ઓછી કરીને લાભમાં વધારો કરવાની જરૂર છે. આ કોન્ફરન્સમાં આરોગ્ય, શારીરિક તંદુરસ્તી અને યોગ, ધ્યાન તથા ફીટનેસ અંગેના અન્ય સ્વરૂપો અંગે પણ ચર્ચા થશે.

સ્વાસ્થ્ય ડાયાબિટીક કેરની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. આ ટર્શિયરી કેર સેન્ટર ભારતના પશ્ચિમ વિભાગમાં એક અનોખું કેન્દ્ર છે કે જ્યાં અદ્યતન ટેકનોલોજી તથા ડાયાબિટીસને લગતી સ્પેશ્યાલિટી સર્વિસીસ એક જ સ્થળે પૂરી પાડવામાં આવે છે. અહિંયા ડાયાબિટીસ અને તેની સાથે સંકળાયેલી જટિલતાઓ અંગે આંતરરાષ્ટ્રિય ધોરણો અનુસાર બેઝીક અને ક્લિનીકલ રિસર્ચની કામગીરી કરવામાં આવે છે. સ્વાસ્થ્યમાં એકઅનોખો પગની સારવારનો વિભાગ છે, જેની સમર્પિત ટીમ દર્દીઓના અંગ બચાવવાની કામગીરી કરે છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) દ્વારામાન્ય “સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન ડાયાબિટીક કેર” અને “સેન્ટર ફોર એજ્યુકેશન” તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. સ્વાસ્થ્ય ખાતે વિતેલા 33 વર્ષમાં 3,50,000 થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ ક્ષેત્રે સતત પ્રયાસો હાથ ધરીને જાણકારી અંગેની ઝૂંબેશ હેઠળ 20 મિલિયનથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે.

ભારતના વિવિધ ભાગો, એશિયા અને આફ્રિકામાંથી ડોક્ટરો, ડાયાબિટીસ મેનેજમેન્ટ અંગેની વર્કશોપ્સમાં હાજરી આપીને વિવિધ વિષયોને આવરી લઈને ચર્ચા કરશે. આ કોન્ફરન્સમાં અમેરિકાના પ્રસિદ્ધ ડાયાબિટીસ સ્પેશ્યાલિસ્ટ ડો.અજય ચૌધરી, ‘ગર્ભાવસ્થા અને ડાયાબિટીસ’ ના પાયોનિયર ડો. વી. શેશૈયા, વર્લ્ડ ડાયાબિટીસ ફેડરેશનના ચેરમેન ડો. અનિલ કપૂર,ડો. શૌકતસાદીકોટ, બ્રિટનના રિચ બ્રેસન, પદ્મશ્રી ડો. અનુપ મિશ્રા તથા અન્ય નિષ્ણાંતો ઉપરાંત પરમ પૂજ્ય સ્વામી શ્રીઅદ્યાત્માનંદજી ‘હેપીનેસ વર્કશોપ’નું સંચાલન કરશે.