અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં એન્ટિ ટેરરિઝમ સ્કવોડે ( ATSએ) મોટી કાર્યવાહી કરી છે. ATSએ પાડેલા દરોડામાં 96 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. અત્યાર સુધી 200 સ્થળો એજન્સી દરોડા પાડી ચૂકી છે. રાજ્ય ગૃહ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ રેકેટ અને મની લોન્ડરિંગના કેસોમાં આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.
ATSની આગેવાનીમાં વિવિધ એજન્સીઓની સંયુક્ત ઝુંબેશમાં રાજ્યમાં 100થી વધુ કંપનીઓથી જોડાયેલી 200 જગ્યાએ દરોડા પાડ્યા હતા. એજન્સી એ સાથે લોકોની પૂછપરછ પણ કરી રહી છે. ATS સિવાય GST વિભાગ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ આ ઝુંબેશમાં સામેલ છે, એમ સૂઊએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ, ભાવનગર અને જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં 122 કંપનીઓ વિરુદ્ધ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
અધિકારીઓ આ સિલસિલામાં આશરે 74 સંદિગ્ધોથી પૂછપરછ કરી રહી છે અને આ ઝુંબેશથી મોટા પાયે સંબંધિત અપરાધોના ખુલાસા થવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખોટાં બિલો પણ જારી કરવાના કેટલાક મામલા સામે આવ્યા છે. આ પહેલાં ગુરુવારે ATSએ દિલ્હીથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી હતી, જેની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
