ગુજરાત ATSએ અલકાયદાના ત્રણ શંકાસ્પદોને ઝડપ્યા

રાજકોટ: ગુજરાત ATS આતંકવાદી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ લોકોને રાજકોટમાંથી ઝડપ્યા છે, આ લોકો પૈકી આ ત્રણ લોકો છ મહિનાથી શહેરના સોની બજારમાં કામ કરતા હતા. આ ગેંગના કુલ આઠથી 10 સભ્યો હોવાની આશંકા છે. ATS દ્વારા કરવામાં આવી છે. તેમની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ કબજે કરી છે. આ લોકો પાસેથી હથિયારો અને પત્રિકાઓ જપ્ત કરવામાં આવ્યાં છે. 

આ શંકાસ્પદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરી રહ્યા હતા. આ પહેલાં પોરબંદરથી એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓનાં નામ અમન મલિક, શુકુર, શૈફ નવાઝ છે. આ શખ્સો આતંકવાદી સંગઠન અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા. રાજકોટના ખત્રીવાડમાં આવેલા શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકવાદી રહેતો હતો, સૈફ નવાઝ અને તેની સાથે રહેતી વધુ એક વ્યક્તિને પણ ATS ઉઠાવી ગઈ છે.

જુમ્મા મસ્જિદ ચોકમાંથી પણ શંકાસ્પદ ગણાતા આઠથી વધુ લોકોને ATSએ ઉઠાવ્યા છે. સત્તાવાર કેટલા લોકોની ધરપકડ થશે તે માહિતી પત્રકાર પરિષદ દ્વારા જાહેર કરવામાં આવશે. સૈફ છથી સાત મહિનાથી જુમ્મા મસ્જિદ પાસેના મકાનમાં ભાડે રહેતો હતો. શ્રીકૃષ્ણ કુંજમાં બહાર અને અંદર સીસીટીવી ફીટ થયેલા છે. આથી તેની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.

ATS અધિકારીઓએ તેમની પાસેથી ઘણી ચીજવસ્તુઓ જપ્ત કરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે સર્વિલેન્સના ઇનપુટને આધારે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં ATSની આ છેલ્લા ત્રણ મહિનામાં પાંચમી મોટી કાર્યવાહી છે.