અમદાવાદ- ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.અમદાવાદની ૬૦મી વાર્ષિક સાધારણ સભા SC બેંક ખાતે યોજવામાં આવી હતી. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતમાં સહકારી મંડળીઓની કામગીરી ઉત્કૃષ્ટ છે અને સહકારી આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની સહકારી મંડળીઓની રચના થવાથી નાના ખેડૂતો અને નાના વેપારીઓ માટે બચત અને ધૂરાણનું ખૂબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં GSC બેંક રાજ્યની ટોચની બેંક છે.
આ સાધારણ સભામાં બોર્ડ ડિરેક્ટર દ્વારા અલગ-અલગ ઠરાવો પસાર કરીને દરખાસ્ત કરવામાં હતી. જેને સભ્યો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.ઉપરાત આ સહકારી બેંકનુ પોતાનું પ્રિપેઇડ+ ડિજીટલ વોલેટનું સંયુક્ત કામ કરે તેવું કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ સમગ્ર દેશમાં કરી શકાશે. આ કાર્ડની મદદથી શોપિંગ કરી શકાશે.તથા આ કાર્ડ કોઇ પણ બેન્ક એકાઉન્ટ સાથે લિંક ન હોવાથી સાયબર સિક્યુરિટી પણ જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
GSC બેંકની શરુઆતથી લઈને અત્યાર સુધી થયેલ સ્થિતિ વિશેનો ચિતાર આપતા બેંકના ચેરમેન અજયભાઈ પટેલે કહ્યું કે ” દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં નાગરિકોની આવક સાથે તેને સીધો સંબંધ છે. જેમા સહકારી બેંક અને મંડળીઓની કામગીરી થકી અનેકવિધ યોજનાઓનો સુચારુ રીતે અમલ થઈ રહ્યો છે. અહીં તાલીમની વ્યવસ્થા સાથે રહેવા જમવાની રાહતદરે સગવડો આપવામાં આવે છે.
GSC બેંકના વાઈસ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગુજરાતમાં સહકારી બેંકનુ માળખું ખુબ મજબૂત છે.અત્યારે આ બેંકની ૨૯ શાખાઓ છે જે તમામ આધુનિક વ્યવસ્થાથી સુસજ્જ છે.તેમ જણાવીને છેલ્લા દસ વર્ષમાં કરેલ પ્રગતિને પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કર્યું હતું.