આગોતરી જાણકારી, 20 માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે

અમદાવાદ- આગામી 4 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા નગરયાત્રા કરશે. રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે વિશાળ સંખ્યામાં માનવમેદની રથયાત્રાના રુટ ઉપર ઉપસ્થિત રહેતી હોય છે. જેથી રથયાત્રા પસાર થાય ત્યારે રોજિંદો ટ્રાફિક રથયાત્રાના રુટ સિવાય અન્ય રુટ ઉપરથી સરળતાથી અવરજવર કરી શકે તે માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

રથયાત્રાનો માર્ગ :-

1. જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રા નીકળી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂના ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ થઈ સરસપુર જશે.

2. બપોરે સરસપુર વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળી કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઈસ્કુલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલાઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાકમાર્કેટ દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી શ્રી જગન્નાથ મંદિર રથયાત્રા પરત આવશે.

 

રથયાત્રાના માર્ગ ઉપર ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ નીચે મુજબ છે :

1. જમાલપુર ચોકીથી ખમાસા ચોકી તરફ જતો અને આવતો ટ્રાફિક સવારના કલાક.૭.૦૦ થી બંધ કરવામાં આવશે અને વૈકલ્પિક માર્ગ તરીકે મ્યુનિસિપલ હેલ્થ સ્લમ કવાટર્સ (અશોક ભટ્ટ બ્રીજ પશ્ચિમ છેડા તરફ) થઈ ગાયકવાડ હવેલી માર્ગનો ઉપયોગ કરશે. રથયાત્રા ગોળલીમડા પહોચે પછી રસ્તો ચાલુ કરવામાં આવશે. સાંજ કલાક ૧૮.૦૦ પછી પણ ઉપર મુજબ રસ્તો બંધ રહેશે.
2. રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચોકી તરફ ટ્રાફિક નહી જવા દેતાં જયશંકર સુંદરી હોલ અને ઈટાલીયન બેકરી તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
3. રથયાત્રા ખમાસા ચોકી આવે તે અગાઉ આસ્ટોડીયા દરવાજા થી ટ્રાફિક ખમાસા તરફ નહી જવા દેતાં એસ.ટી. સર્કલ, રાયપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
4. રથયાત્રા ખમાસા આવે ત્યારે ગોળલીમડા, ઢાળની પોળ, દાણાપીઠ ચાર રસ્તા થી ટ્રાફિકને ગોળલીમડા સર્કલ તરફ જવા ન દેતાં રાજનગર શાકમાર્કેટ તરફ ડાયવર્ટ કરવામાં આવશે અને રથયાત્રા પરત માણેકચોક આવે ત્યારે ટ્રાફિકને માણેકચોક કે ગોળલીમડા તરફ જવા દેવામાં આવશે નહી.

5. રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે સારંગપુર ચકલા થી ટ્રાફિક ખાડીયા તરફ જવા દેવામાં આવશે નહી તથા રાયપુર દરવાજા તરફનું ટ્રાફિક પણ ખાડીયા ચાર રસ્તા તરફ આવશે નહીં.
6. રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે પાંચકુવા દરવાજાથી ટ્રાફિક ખાડીયા તરફ જવા ન દેતાં સારંગપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
7. કાલુપુર બહાર તરફથી તથા અમદુપુરા તરફથી કાલુપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રથયાત્રા કાલુપુર સર્કલ તેમજ સરસપુર થી પરત આંબેડકર હોલ આવે ત્યારે ટ્રાફિકને કાલુપુર બ્રીજ તરફ તેમજ ઈંટવાડા સર્કલ તરફ જવા દેવામાં આવશે નહીં.
8. રથયાત્રા કાલુપુર સર્કલ આવે ત્યારે અને પરત આંબેડકર હોલ આવે ત્યારે અમદુપુરા ત્રણ રસ્તા પોઈન્ટ થી નરોડા તરફથી આવતો ટ્રાફિક કાલુપુર બ્રીજ તરફ જવા નહી દેતાં બ્રીજ નીચે થઈ ઈદગાહ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
9. રથયાત્રા કાલુપુર બ્રીજ પસાર કરી આંબેડકર હોલ પહોંચે ત્યારે નિર્મળપુરા ચાર રસ્તા પાસે વોરાના રોજા તરફથી આવતો ટ્રાફિક અનિલ સ્ટાર્ચ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

10. રથયાત્રા સરસપુર ચાર રસ્તા પહોંચે ત્યારે પોટલીયા ચાર રસ્તા પાસે નિર્મળપુરા ચાર રસ્તા બાપુનગરથી આવતો ટ્રાફિક શારદાબેન હોસ્પિટલ તરફ જવા ન દેતાં ચામુંડા બ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
11. રખિયાલ ચાર રસ્તા અને હરીભાઈ ગોદાણીના દવાખાના પાસેથી ટ્રાફિકને સરસપુર ચાર રસ્તા તરફ તેમજ જાલમપુરીની ચાલી તરફ જવા નહી દેતાં રાયપુર મીલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
12. રથયાત્રા ખાડીયા પહોંચે ત્યારે પ્રેમ દરવાજા પાસે ઈદગાહ તરફથી આવતો ટ્રાફિક દિલ્હી દરવાજા તરફ અને દિલ્હી દરવાજા બાજુથી આવતો ટ્રાફિક ઈદગાહ તરફ ડાયવર્ટ કરવામાં આવશે આ ટ્રાફિકને કાલુપુર સર્કલ તરફ જવા દેવામાં આવશે નહીં.
13. રથયાત્રા પ્રેમ દરવાજા આવે ત્યારે દિલ્હી દરવાજાથી દિલ્હી ચકલા ટ્રાફિક જવા નહી દેતાં શાહપુર તેમજ દરીયાપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ દિલ્હી ચકલાથી જોર્ડન રોડ તરફ ટ્રાફિક જવા નહી દેતાં ઘી કાંટા તેમજ શાહપુર અગર દિલ્હી દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
14. રથયાત્રા દિલ્હી ચકલા આવે ત્યારે શાહપુર શંકરભુવન થી શાહપુર સર્કલ તરફ ટ્રાફિક નહી જવા દેતાં કામા હોટલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે અને ઈન્કમટેક્ષ તરફથી આવતાં ટ્રાફિકને અદ્વૈત આશ્રમ થઈ રાહત રેસ્ટોરન્ટ મહેંદીકુવા, લાલાકાકા માર્કેટ થઈ દિલ્હી દરવાજા તરફ જવા દેવામાં આવશે.

15. રથયાત્રા દિલ્હી ચકલા પાસે આવે ત્યારે મિરઝાપુર તરફથી આવતાં ટ્રાફિકને પ્રભાતપ્રેસ ચાર રસ્તાથી દિલ્હી ચકલા તરફ જવા ન દેતાં જુના પાવર હાઉસ શાહપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
16. રથયાત્રા ઘીકાંટા પસાર કરે ત્યારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ તરફથી ટ્રાફિક ઘીકાંટા ચોકી તરફ જવા ન દેતાં ટ્રાફિકને રીલીફ સિનેમા અથવા મિરઝાપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
17. રથયાત્રા ઘી-કાંટા પસાર કરે ત્યારે પથ્થરકુવા પાસેથી ત્રણ દરવાજા બિસ્કીટ ગલી તથા કોર્ટ કંપાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક ઘીકાંટા ચાર રસ્તા તરફ જવા દેવામાં આવશે નહી, તેને રીલીફ સિનેમા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

18. રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાંટા ચોકી આવે ત્યારે ત્રણ દરવાજા થી પાનકોરનાકા તરફ જતો ટ્રાફિક બંધ કરશે.
19. રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાંટા ચાર રસ્તા આવે ત્યારે ગોળ લીમડા થી પાનકોરનાકા તરફ આવતો અને આસ્ટોડીયા દરવાજાથી ખમાસા તરફ આવતો અને રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા તરફ આવતો અને ખમાસા ચાર રસ્તાથી ગોળલીમડા તરફ આવતો ટ્રાફિક બંધ કરાવશે.
20. રથયાત્રાનો આગળનો ભાગ શાહપુર એરીયામાં ફરીને પરત દિલ્હી ચકલા આવે ત્યારે ઓરીયન્ટલ બિલ્ડીંગ થી ઘીકાંટા ચાર રસ્તા જતો ટ્રાફિક અને રીલીફ ચાર રસ્તા થી ઘીકાંટા ચાર રસ્તા તરફ જતો ટ્રાફિક બંધ કરવામાં આવશે.


શહેરીજનો ખાસ નોંધ લે કે રથયાત્રાના રૂટ ઉપરના શાહપુર હલીમની ખડકીથી શાહપુર દરવાજા બહાર સુધી હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત શાહપુર મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી થઈ રહી છે. જેથી આ દિવસે રથયાત્રા નિહાળવા આવતા દર્શનાર્થીઓ આ જગ્યાને બદલે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથયાત્રાના દર્શન કરી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]