અમદાવાદમાં પણ હવે મુંબઈની જેમ ઘર-ઘર ગણપતિ; વ્યાપક રૂપ ધારણ કરતી આસ્થા

અમદાવાદ – દેશભરમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં આજે ગણેશ ચતુર્થી તહેવારની પરંપરાગત ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો વિઘ્નહર્તા ગણપતિબાપાની પૂજા-અર્ચનામાં અમદાવાદ અને ગુજરાતનાં લોકો પણ પાછળ રહ્યાં નથી.

આજના શુભ દિવસે ભગવાન ગણપતિનાં પૂજનનો મહિમા ગણાય છે. મહારાષ્ટ્રમાં તો ગણેશ ચતુર્થી અનેક દાયકાઓથી જનોત્સવ બની ગયો છે અને લોકો દસ દિવસ સુધી ગણેશોત્સવ ઉજવે છે.

મહારાષ્ટ્રના રાજધાની શહેર મુંબઈમાં તો ગલી-ગલીએ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તો ઘણા લોકો પોતપોતાનાં ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને પૂજા કરે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિબાપાની મૂર્તિને ઘરમાં પધરાવીને પૂજા કરવાનું ચલણ હવે ગુજરાતમાં પણ થવા લાગ્યું છે. વડોદરા, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવણીનું પ્રમાણ વધી રહ્યું છે.

અમદાવાદમાં ધાર્મિક શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઘેર-ઘેર ગણપતિની નાની કે મધ્યમ કદની મૂર્તિની પધરામણી કરીને ભગવાનની પૂજા કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

































(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)