પાંચ વંચિત છોકરીઓને સ્પોન્સરશિપ પ્રાપ્ત થઈ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત વિસામો કિડ્સ ફાઉન્ડેશન રાજ્યભરનાં વંચિત અને ગરીબીરેખા હેઠળના પરિવારોથી આવતાં બાળકોને મફત શિક્ષણ આપવા કાર્યરત છે. વિસામો કિડ્સ ફાઉન્ડેશનની પાંચ વંચિત છોકરીઓને ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ઉદાર અમદાવાદીઓના એક ગ્રુપ તરફથી રૂ. ત્રણ લાખની કુલ સ્પોન્સરશિપ પ્રાપ્ત થઈ છે.

એક ગાયનેકોલોજિસ્ટ, એક કોર્પોરેટ અગ્રણી, એક કરિયર કાઉન્સેલર, એક નાગરિક સમાજ સંગઠન અને દસ લેખકના એક ગ્રુપ દ્વારા સર્જવામાં આવેલા સંયુક્ત ઉદ્યમ ‘એલ્ટિટ્યુડિનિસ’ (‘Altitudinis’) એ વિસામોની આ પાંચ છોકરીઓના પરગજુ સ્પોન્સરો છે. વિમેન્સ ડેની ઉજવણી કરવા માટે વિસામો કિડ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમ ‘नारी त्रैलोक्य रूपिणी’માં આ સ્પોન્સરોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

વિસામોમાં બાર વર્ષની પોતાની યાત્રા પૂરી કરનારા વિસામો કિડ્સ ફાઉન્ડેશનના નવ વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવેલ પેનલ ચર્ચા દરમિયાન આ સંગઠનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પોતાના જીવનની વાતો રજૂ કરી હતી. આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ ડીન અને ફેકલ્ટી ડો. ઇંદિરા પરીખ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતાં અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ગિરા શાહ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]