અમદાવાદઃ એમ તો સેલિબ્રિટી કેલેન્ડરનો ખ્યાલ નવો નથી,પરંતુ આ કેલેન્ડરની વિશેષતા છે કે આ પ્રકારનું ઢોલિવૂડ કલાકારોની સુંદર તસવીરો ધરાવાતું આ સૌપ્રથમ કેલેન્ડર છે. અમદાવાદમાં આ કેલન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કેલેન્ડર વિશા કાનુગા અને કોષા ડગલીના અમદાવાદના શ્વેતરંગ નામના ડિઝાઈનર સ્ટોર દ્વ્રારા જાણીતાં તસવીરકાર, અભિનેતા અને રંગમંચના કલાકાર ગૌરાંગ આનંદ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં શ્વેતરંગ ખિઝાનત સ્ટોર ખાતે અનોખું ગુજરાતી સેલિબ્રિટી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે. ઢોલીવુડ સ્ટાર્સ નેત્રી ત્રિવેદી, ભક્તિ કુબાવત, રેવન્તા સારાભાઈ, યશ સોની અને મયૂર ચૌહાણ કે જેમનો આ કેલેન્ડરમાં સમાવેશ કરાયો છે તે આ પ્રસંગે હાજર રહ્યાં હતાં અને સમારંભમાં આકર્ષણરૂપ બન્યાં હતાં.
આ સેલિબ્રિટી કેલેન્ડર કન્સેપ્ટ હજુ આપણાં માટે નવો છે. આ પ્રકારના કેલેન્ડરમાં સૌપ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સેલિબ્રિટીઝને રજૂ કરવામાં આવ્યાં છે.ઢોલિવૂડના સ્ટાર પડદા પર જે પ્રકારની ભૂમિકાઓ ભજવે છે તેના આધારે તેમની બીબાઢાળ છાપ બંધાઈ છે. આ કેલેન્ડર તેમને સંપૂર્ણપણે નવા અવતારમાં રજૂ કરે છે. આ કેલેન્ડરમાં જે સેલિબ્રિટીઝનો સમાવેશ કરાયો છે તેમાં મલ્હાર ઠાકર, પ્રતીક ગાંધી, યશ સોની, મયૂર ચૌહાણ, રેવન્તા સારાભાઈ, દિક્ષા જોષી, આરોહી પટેલ, જાનકી બોડીવાલા, શ્રધ્ધા ડાંગર, નેત્રી ત્રિવેદી, ભક્તિ કુબાવત અને એશા કંસારા છે.
ફોટોગ્રાફર ગૌરાંગ આનંદે જણાવ્યું હતું કે “હું છેલ્લા થોડાંક વર્ષથી આ પ્રકારનું કેલેન્ડર બનાવવા વિચારી રહ્યો હતો. ગુજરાતી કલાકારો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અપવાદરૂપ સારી કામગીરી કરી રહ્યાં છે અને આ કેલેન્ડર રજૂ કરવા માટે આથી બહેતર બીજો કોઈ સમય હોઈ શકે નહીં. આ કેલેન્ડરમાં પાત્રો, ડ્રામા અને ગ્લેમરનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ 12 સેલિબ્રિટીઝ પસંદ કરવાનું કારણ તેમનામાંના દરેક અંગે મારા મનમાં ચાલતા ચોક્કસ વિચારો હતાં. હું તેમની બીબાઢાળ છાપ દૂર કરવાની ઈચ્છા રાખતો હોવાથી મેં તેને વધુ બહેતર બનાવ્યું છે. આ મજલ મારા માટે ખૂબ જ રસપ્રદ રહી છે.”
આ સાહસ અંગે શ્વેતરંગના વિશા કાનુગા જણાવ્યું કે “અમે બીબાંઢાળ છાપ દૂર કરીને દરેક વખતે કશુંક નવું સર્જવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ. ગુજરાતી સેલિબ્રિટી કેલેન્ડરનો કન્સેપ્ટ આ રીતે આકર્ષી ગયો છે. આ સેલિબ્રિટીઝને નવા ઉંચા સ્તરે લઈ જઈને તેમના માટે વસ્ત્રો ડિઝાઈન કર્યા છે, જે તેમની સ્થિર છાપ કરશે અને અમે આકર્ષક કેલેન્ડર બનાવ્યું છે.”
આ કેલેન્ડરની રજૂઆત એ બિન વ્યાપારી પ્રવૃત્તિ છે અને આ કેલેન્ડર પસંદગીના મહાનુભવોને ભેટ તરીકે આપવામાં આવશે.
ગૌરાંગ આનંદ અંગેઃ
આ નિપુણ તસવીરકાર 1998થી આ ઉદ્યોગમાં છે. અલ્લડ તસવીર કલામાં તેમની નિપુણતા છે. તેમણે વિતેલા વર્ષોમાં કેટલીક પ્રસિધ્ધ સેલિબ્રિટીઝ સાથે ફોટો શૂટ કર્યા છે. તે યુવાન અને ઉભરતા તસવીરકારો માટે ફોટોગ્રાફી વર્કશોપ યોજી રહ્યા છે. તે થિયેટરના નિપુણ કલાકાર છે અને ધાડ, સમુદ્રમંથન અને અન્ય અપવાદરૂપ શોમાં તે રંગમંચ પ્રવૃત્તિ કરી ચૂકયા છે.
શ્વેતરંગ એ વિશા કાનુગા અને કોષા ડગલીનો ડિઝાઈનર સ્ટોર એથનિક વસ્ત્રોમાં નિપુણતા ધરાવે છે અને તેમના ગ્રાહકોનો પ્રેમ અને કદર સંપાદિત કરીને અમદાવાદમાં જાણીતુ નામ બન્યો છે. જે ભારતીય કસબની સમકાલિન અભિવ્યક્તિ રજૂ કરે છે.