નાણાંપ્રધાન નિતીન પટેલે રજૂ કર્યુ પૂર્ણ કદનું બજેટ, પાણીદાર, વિકાસલક્ષી, પ્રજાલક્ષી…

અમદાવાદઃ રાજ્યનું 2019-20 માટેનું પૂર્ણ બજેટ-બાકીના 8 માસ માટેનું રજૂ થઇ રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાન-નાણાંપ્રધાન નિતીન પટેલ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આજે સાતમી વખત બજેટ રજૂ કરતાં પટેલે જણાવ્યું કે, આ બજેટ નવી દિશાનું, પાણીદાર, વિકાસલક્ષી, પ્રજાલક્ષી બજેટ રહેશે. પ્રજાલક્ષી બજેટ હોવાનું નાણામંત્રીએ સંકેત આપ્યાં હતાં. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. રૂપિયા 285.12 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ થયું છે.

રાજ્યના બજેટની સાથેસાથે Live

બરાબર એકને પાંચના ટકોરે નાણાંપ્રધાન નિતીન પટેલે બજેટ વાંચન શરુ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે લોકસભામાં વિજય મળ્યો, સૌનો હૃદયપૂર્વક આભાર માનવા સાથે અભિનંદન પાઠવ્યાં

ખેડૂતલક્ષી યોજનાઓ માટે ખેડૂતો વતી કેન્દ્ર સરકારનો આભાર, આગામી સમયમાં ખેડૂતો માટે હજુ વધુ સારી ભેટ મળશે

પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી

નલ સે જલ યોજનામાં 4500 કરોડ કરોડની જોગવાઈ, ૨૦૨૦ સુધી નળ દ્વારા શુદ્ધ પેયજળ તમામ વિસ્તારને પહોચાડીશું, 20 હજાર કરોડ ખર્ચાશે

ગ્રીન & ક્લીન એનર્જી યોજના માટે 1000 કરોડની જોગવાઈ,પર્યાવરણના જતન સાથે વિકાસ અર્થે 500 કરોડની જોગવાઈ

આવતી અષાઢી બીજ સુધીમા પડતર 1.25 લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે

અખાત્રીજના દિવસે તમામ ખેડૂતો જે વીજજોડાણ માટે અરજી કરી છે તે તમામને વીજ કનેક્શન આપશે, 1.25 હજાર અરજી સ્વીકારશે..

3 વર્ષમાં 60 હજારની ભરતી, 15 લાખ યુવાનોને રોજગાર મળે તેવું કરવાનું આયોજન

બહેનો માટે 700 કરોડ ની ધિરાણ યોજના અંતર્ગત સ્વરોજગારી તકો ઉભી કરવામાં આવશે

ગ્રામ્યકક્ષાએ 2771 નવી જગ્યા ભરવામાં આવશે

ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવા 1073 કરોડની જોગવાઈ,રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના 299 કરોડની જોગવાઈ

ઈરીગેશન વ્યાપ વધારાશે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે,11.34 લાખ ખેડૂતોને લાભ

કામધેનુ યુનિવર્સિટી હેઠળ હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજની સ્થાપના માટે 1 કરોડની જોગવાઈ

દરિયાકાઠામાં 8 ડીસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300 એમએલડીના પ્રોજેકટ સ્થપાશે

પાણીદાર બજેટઃ ખેડૂતોની વિશેષ ચિંતા કરતી રાજ્ય સરકાર

વહાલી દીકરી યોજનામાં 2 લાખની આવક ધરાવતા પરિવારને સહાય

દીકરી પહેલાં ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય, નવમા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય, 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય આપશે આ માટે કરી કુલ 133 કરોડની જોગવાઈગ્રીન એન્ડ કલીન એનર્જી

ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા ૨૦૨૨ સુધીમાં 30 હજાર મેગાવોટ લઇ જવાશે
નવી સોલર રૂફટોપ યોજના જાહેરઃ 3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી રૂ.1000 કરોડની જોગવાઇ:2 લાખ પરિવારોને લાભ

 

પર્યાવરણના જતન સાથે વિકાસ
ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તે પાણી ઊંડા દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે 2275 કરોડ ખર્ચાશે, આ વર્ષે 500 કરોડની જોગવાઈ

એસટી પરિવહન…

એસ.ટી. વિભાગમાં વધુ 1000 નવી બસની જોગવાઈ, ઇલેક્ટ્રિક અને સીએનજી બસ ખરીદવામાં આવશે, 221 કરોડની જોગવાઈ

22 નવ બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, 13 જૂના બસ સ્ટેન્ડનું રીનોવેશન કરાશે, 66 કરોડની જોગવાઈ

અમદાવાદ આરટીઓ નવી બનાવવા માટે 13 કરોડની જોગવાઈ

રાજકોટ, બારડોલી નવી આરટીઓ બનાવવા માટે 5 કરોડની જોગવાઈ

ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જૂના બેડી બંદર, નવા બેડી બંદર, રોઝી પિયરને બ્રોડ ગેજ રેલ લાઈનથી જોડવા 42 કરોડની જોગવાઈ

ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ વખત 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ
 
આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
નવા 70 હજાર  સખીમંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધીરાણ અપાશે
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15  લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમાં મુદ્રા યોજના  હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ
છેલ્લાં સોળ વર્ષમાં એકપણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી

નાણાંપ્રધાન નિતીન પટેલનું આ 7મું અદાંજપત્રઃ કુલ 2, 04, 815 કરોડનું બજેટ

રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વિડીઓ કોંફરન્સ સિસ્ટમ ઉભી કરવા માટે ₹31 કરોડની જોગવાઈ

કૃષિ ખેડૂત કલ્યાણ
ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરાશે: આ વર્ષે 1,121 ભરાશે
ગુજરાતના ખેડૂતોને શૂન્ય ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજસહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડ
રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ
બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ
પશુપાલન 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતાં પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ
ડેરી વિકાસ પશુપાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ
સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડ
12 દૂધાળાં પશુઓનું એક એવા 4000 ડેરી ફાર્મ સ્થાપવા માટે 134 કરોડની જોગવાઈવલસાડ, ધરમપુર, કપરાડા, નવસારી, વાંસદા તાલુકામાં 100 ટકા સેન્દ્રીય ખેતી માટે 15 કરોડની જોગવાઈ

મત્સ્યોદ્યોગ

માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ
ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ, કેરોસીન સહાય માટે 18 કરોડ

માછીમારોને ફિશિંગ બોટ અને ડીઝલ પર વેટ સહાય માટે 150 કરોડ જોગવાઈ


કેરોસીન સહાય માટે 18 કરોડની જોગવાઈ
હોડીઓના આધુનિકીકરણ અને GPRS સીસ્ટમ માટે 60 કરોડ જોગવાઈ
મેટ્રો રેલ પ્રોજેક્ટને આગળ વધારવા માટે 510 કરોડની જોગવાઈ
જળ સંપત્તિ માટે 7157 કરોડઃ
બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના માટે
સૌની યોજનામાં ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમાં: 1880 કરોડની જોગવાઇ
થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ , 6000 ગામોને લાભ
આદિજાતિ વિસ્તારમાં  27,600 વિસ્તાર સિંચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લિન્ક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ
સૂરત જિલ્લાના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ
શિક્ષણ
શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડઃ
નવા પાંચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ, દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે 1015 કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચ્યૂઅલ કલાસ રૂમ માટે 103 કરોડ
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ
આરોગ્ય
આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10.800 કરોડ
આયુષમાન ભારત જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચૂકવાયાં: આ વર્ષે 450 કરોડની જોગવાઈ
શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવાઓ માટે 500 કરોડ
સીઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજયવ્યાપી માટે 85 કરોડ,  પી.એચ.સી, સી.એચ.સી બાંધકામ માટે 129 કરોડ
તબીબી શિક્ષણ માટે   Mbbs 4800, dental 1240, pg pg diploma સુપર સ્પેશ્યાલીટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ
રાજકોટ  એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી આંતરમાળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 એમબીબીએસ બેઠકો માટે 80 કરોડ, સૂરત ભાવનગર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમાં ઓપીડી બિલ્ડિંગ અને નર્સિંગ બિલ્ડિંગ માટે 116 કરોડ, 108ની નવી 100 એમ્બ્યૂલન્સ માટે 18 કરોડ,
310 સરકારી આયુર્વેદ દવાખાનાંને હેલ્થ વેલનેસ સેન્ટરમાં રૂપાંતરિત કરવા 48 કરોડ, જામનગર મેટરનિટી ચાઇલ્ડ બ્લોક માટે 25 કરોડ