ગુજરાત એસટીએ દોડાવી વિશેષ બસો, સૂરત-વલસાડથી બોરીવલી સુધી જશે…

સુરતઃ મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ત્યારે મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાતથી મુંબઈ તરફના રેલ વ્યવહારને મોટી અસર પડી છે. જો કે ગુજરાતથી મુંબઈ જતા અને ત્યાંથી આવતા યાત્રીઓ માટે ગુજરાત સરકારે મદદ કરી છે. ગુજરાત સરકાર અસટી નિગમે નિર્ણય કર્યો છે કે સુરતથી મુંબઈ એસટી બસ સેવા શરુ કરવામાં આવી છે.

મુંબઇમાં ભારે વરસાદનેકારમએ ગુજરાથી મુંબઇ તરફના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. આ સંજોગોમાં રેલવે માર્ગે મુંબઇ તરફ જતા મુસાફરોને રસ્તા માર્ગે મુંબઇ જવાની સહાયતા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત અને વલસાડ રેલવે સ્ટેશનથી બોરીવલીની વિેશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

તાજેતરના વાયુ વાવાઝોડાની વિપદામાં અનેક નાગરિકો યાત્રિકોને ઊંચાણ વાળા સલામત સ્થળે પહોંચાડવાની પ્રસંશનીય સેવાઓ કરી હતી.હવે ફરીથી વરસાદી આફતમાં પણ પ્રજાજનોની પડખે ઊભા રહીને એસ.ટી. તંત્રએ જનસેવાની ઉત્કૃષ્ટતા દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે કુલ 27ના મોત થયા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.