ગુજરાતમાં આ વર્ષ લલનીનોને કારણે ભારે વરસાદ નોંધાય રહ્યો છે. આ ઉપરાંત આ ચોમાસામાં રાજ્યમાં લગભગ તમામ જગ્યા પર 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સૂત્રો અનુસાર રાજ્યમાં 96.60 ટકા વાવેતર થયું હોવાની માહિતી મળી રહી છે.
સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સિંચાઈ માટે પર્યાપ્ત પાણીની સુવિધા હોવાથી આ વર્ષે 8267967 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે 2023 કરતા પ્રમાણમાં ઓછું વાવેતર છે. 2023માં કુલ 84,86,020 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાલુ વર્ષે 19,10,492 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે. તેમજ 2023માં 16,35,266 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 8,85,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયુ છે. 2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે 1.67 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેની સામે ગયા વર્ષે 1.97 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષે જુવારનું 19,015 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો બીજી બાજું મકાઇનું વાવેતર 2.82 લાખથી વધી 2.85 લાખ હેક્ટર થયુ છે. મગનું વાવેતર 64,000થી ઘટી 54,000 હેક્ટર થયુ છે. એરંડાનું વાવેતર 6.86 લાખથી ઘટી 5.47 લાખ હેક્ટર તથા કપાસનું વાવેતર 26.79 લાખથી ઘટી 23.62 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.53 લાખ હેક્ટર વાવેતર થયુ છે.
