SBSની ક્લબ દ્વારા “એક્સપ્લોર એન્ડ એક્સપ્રેસ” કાર્યક્રમનું આયોજન

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદની ‘બુક વિઝાર્ડસ’ ક્લબે હાલમાં જ “એક્સપ્લોર એન્ડ એક્સપ્રેસ” થીમ પર આધારિત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ પુસ્તકો વાંચવાના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને યુવા વિદ્યાર્થી સંચાલકોને નવા વિચારો અને દ્રષ્ટિકોણથી આત્મસાત્ કરે છે, જે સર્જનાત્મક અને નવીન સમાજનું કેન્દ્ર છે. બેચ 2021-23ના વિદ્યાર્થીઓએ પુસ્તકાલય સંસાધનોની રજૂઆત સાથે ઇવેન્ટની શરૂઆત કરી હતી.

આ થીમને આધારે ડિરેક્ટર ડો. નેહા શર્માએ બુક ઓફ ધ મંથ “અરાઇઝ, અવેક બાય રશ્મિ બંસલ”ની જાહેરાત કરી હતી. તેમણે પ્રભકિરણ સિંહની ઉદ્યોગસાહસિક યાત્રા શેર કરી, જેને કારણે તેઓ સફળ સ્ટાર્ટઅપ “બેવકૂફ.કોમ”ના સ્થાપક બન્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નિષ્ફળતા કડવી હોવા છતાં એ ભવિષ્યની વ્યાવસાયિક સફળતા માટેનાં બીજ ધરાવે છે. તેમણે સફળ મેનેજરિયલ જર્નીના એક પગથિયા તરીકે પુસ્તકો વાંચવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.

આ અનાવરણ પછી વિદ્યાર્થી મેનેજર્સને પુસ્તકનાં પ્રકરણોને પ્રસ્તુતિ, નાટક, એકપાત્રી અભિનય, ઇન્ફોગ્રાફિક્સ વગેરે સ્વરૂપે વાંચવા અને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પુસ્તકો માનવજાતના શ્રેષ્ઠ મિત્રો છે, આ જ વિષય પર આધારિત પ્રવૃત્તિ “સેલ્ફી વિથ બુક્સ ”નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ પુસ્તકાલય વિશે વધુ જાણ્યું હતું. અને તેમનાં મનપસંદ પુસ્તકો સાથે ફોટા ક્લિક કર્યા હતા.