ડચ કંપનીઓએ રાજ્યમાં એગ્રી-ટ્રેડ મિશન માટે સહયોગ સાધ્યો

અમદાવાદઃ રાજ્યના એગ્રી-ટ્રેડ મિશનમાં નેધરલેન્ડ્સની એમ્બસી અને અમદાવાદસ્થિત નેધરલેન્ડ્સ બિઝનેસ સપોર્ટ ઓફિસ (NBSO)ની વચ્ચે એગ્રી-એશિયા 2021ની 10મી આવૃત્તિમાં ડચ કંપનીઓના પ્રતિનિધિમંડળ સાથે સહયોગ સાધવામાં આવ્યો છે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતના ખેડૂતોની આવકમાં વધારો કરવાનો તથા ડચ કંપનીઓના ટેકનોલોજી સંબંધિત ઉપાયો મારફતે તેમને થતા નુકસાનમાં ઘટાડો કરવાનો છે. ભારતના નેધરલેન્ડ્સના રાજદૂત એચ. ઈ. માર્ટેન વેન ડેન બર્ગની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં કંપનીઓના વિવિધ ગ્રુપનો સમાવેશ થાય છે, જે ડચ બાગાયતી, ફૂલોની ખેતી, ડેરી ઉદ્યોગ અને પ્રોસેસિંગ ઉદ્યોગોનું પ્રતિનિધિત્ત્વ કરે છે.

કૃષિ સંબંધિત ટેક્નોલોજી પરનું 10મું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન એગ્રી એશિયા 2021 9થી 11 ડિસેમ્બર, 2021એ ગાંધીનગરમાં આવેલા હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયું છે.

માર્ટેન વેન ડેન બર્ગે જણાવ્યું હતું કે નેધરલેન્ડ્સ અને ભારત કૃષિ ક્ષેત્રમાં મજબૂત સહયોગીઓ છે, આ બાબત મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU)માં પ્રગટ થાય છે અને ઇન્ડો-ડચ સેન્ટર્સ ઓફ એક્સિલેન્સની સ્થાપનામાં સાકાર થાય છે. એગ્રી-એશિયામાં ગુજરાત સાથેનું અમારું જોડાણ વધુ મજબૂત થશે અને ગાઢ બનશે. મારા પ્રતિનિધિમંડળમાં રહેલી કંપનીઓ કૃષિ સંબંધિત તજજ્ઞતા અને અદભુત વૈવિધ્યતા લઈને આવી છે, જેમ કે બાગાયતી અને ફૂલોની ખેતીથી માંડીને પ્રોસેસિંગ, બિયારણના ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ સુધી, એમ તેમણે કહ્યું હતું.

આ પ્રતિનિધિમંડળ રાજ્યમાં કૃષિને સુધારવા અને તેને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે ટેક્નોલોજી સંબંધિત વિશિષ્ટ પ્રકારના ઉપાયો ધરાવે છે. ડચ સીડ કંપનીઓ તરફથી પ્રાપ્ત થયેલાં કૃષિ સંબંધિત પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવામાં આવેલાં બિયારણો બદલાઈ રહેલી પરિસ્થિતિઓ સાથે કામ પાર પાડવા ખેડૂતોને મદદરૂપ થવા સક્ષમ છે.

NBSOના કમિશનર (વેપાર અને રોકાણ) અમલાન બોરાએ જણાવ્યું હતું કે એગ્રી-એશિયામાં નેધરલેન્ડ્સ અને ભારત વચ્ચેની પ્રગાઢ થઈ રહેલી સહભાગીદારીના વ્યાપક સંદર્ભમાં જોઈ શકાય. અમારો ઉદ્દેશ નેધરલેન્ડ્સ તરફથી પ્રાપ્ત થયેલી ટેક્નોલોજીને પ્રદર્શિત કરવાનો અને તેનો ઉપયોગ કરવાનો અને આખરે તેમની તજજ્ઞતા અને ટેકનોલોજીને કામે લગાડવાનો છે.’

તેમણે જણાવ્યું હતું કે 11 દેશોમાં સક્રિય 22 NBSOsમાંથી સૌથી જૂની NBSOs અમદાવાદમાં આવેલી છે. NBSOs ડચ વ્યવસાયો અને રોકાણોને ભારતમાં ઉપલબ્ધ તકો સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]