અમદાવાદ: શહેરમાં ફરી એક વખત રફતારનો રાક્ષસ બે લોકો ભરખી જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત એમ છે કે નરોડા-દહેગામ રોડ પર ફરી એક વખત નબીરાએ પૂર પાડ ઝડપે આવી અકસ્માત સર્જ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાર ડિવાઈડર કૂદીને બીજી સાઈડ એકટિવા લઈ જતા બે લોકો પર ચડી જવાથી તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.
ઘટના બનતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા અને કારચાલકને માર માર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. સ્થાનિકો દ્વારા કાલ ચાલક નશામાં હવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કારચાલક ગોપાલ પટેલની પોલીસે અટકાયત કરી છે. તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, કાર ચાલકે પોલીસે કહ્યું કે તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો. ત્યારે પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા બે યુવકને ભયંકર રીતે અડફેટે લીધા હતા. બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ કાર દહેગામથી નરોડા હાઈવે પર જતી હતી.
અમદાવાદમાં 24 નવેમ્બર 2024ના રોજ ગોતામાં અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બે સાયકલ સવાર કે જેઓ સાયકલિંગ કરવા નીકળ્યા હતા અને તેમને ઠોકર મારી નબીરો ફરાર થઈ ગયો હતો, ત્યારે આ નબીરાને અમદાવાદ એલસીબી ઝોન-1એ ઝડપી પાડયો છે. દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે. આરોપીને ઝડપીને પોલીસે તપાસ શરૂ કરી છે અને ગુના હેઠળ કારને પણ જપ્ત કરી છે.