દિવ્યાંગ મહિલાઓનો ‘મહિલા દિને’ ફેશન-શો, એવોર્ડ અપાયા

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે શહેરના નવા વાડજમાં દિવ્યાંગ કિશોરીઓ ,  મહિલાઓનો ફેશન-શો યોજવામાં આવ્યો હતો અને એમાંથી જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજવામાં આવેલા કાર્યક્રમના ગુજરાત સ્ટેટ કો ઓર્ડિનેટર નીતાબહેન પંચાલ કહે છે, દિવ્યાંગ કિશોરીઓ અને મહિલાઓ માટે ફેશન શો અને તેમની સિદ્ધિ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એવી દિવ્યાંગ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું,  તેમનામાં જુદી-જુદી તકલીફો હોવા છતાં પરિવાર અને સમાજને અલગ-અલગ રીતે મદદ કરવા અથાગ પરિશ્રમ પ્રયત્નો કર્યા હોય.

નીતાબહેન પંચાલ પોતે કચ્છમાં આવેલા ભૂકંપમાં ઇજાગ્રસ્ત થયાં હતાં. તેમણે અનેક ઓપરેશન કરાવ્યા પછી સાજા થયા બાદ અને તેઓ વ્હીલચેર પર ફરતાં હોવા છતાં સામાજિક સંસ્થાઓ માટે કામ કરીને મહિલાઓને જુદી-જુદી રીતે મદદ કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે.

ગુજરાત સ્ટેટ જેન્ડર ડિસેબિલિટી રિસોર્સ સેન્ટરના નેજા હેઠળ મહિલા દિવસે યોજવામાં આવેલા ફેશન-શો અને એવોર્ડ એનાયત કાર્યક્રમમાં શહેરના જુદા-જુદા ક્ષેત્રની અગ્રણી મહિલા સન્નારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]