75,000 વિદ્યાર્થિનીઓને સક્ષમ કરવા ‘ક્યૂરિયોસિટી’ કાર્યક્રમ

ગાંધીનગરઃ વિદ્યાર્થિનીઓને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સેન્ટર ફોર ક્રીએટિવ લર્નિંગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન, ઉત્તર પ્રદેશ સરકારના સહયોગમાં ખાસ તૈયાર કરાયેલો શિક્ષણ કાર્યક્રમ ‘ક્યૂરિયોસિટી’ શરૂ કરવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશની 746 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળાઓ માટે આ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યભરની 74,600 વિદ્યાર્થિનીઓને આ શિક્ષણ આપી શકાશે.

પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમથી આગળ વધીને વિદ્યાર્થિનીઓ માટે તેમજ શિક્ષકો માટે વિજ્ઞાન શિક્ષણની ક્ષિતિજોને વિસ્તારવા પાછળ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે.

ક્યૂરિયોસિટી પ્રોગ્રામના ભાગરૂપે મિડલ સ્કૂલ સાયન્સ શિખડાવવા માટે 100 મોડ્યૂલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે રસપ્રદ રમકડાં અને પ્રવૃત્તિઓનો સાથ લેવામાં આવશે.

આ પ્રોજેક્ટના આગેવાન ગૌરવ કુમારે કહ્યું છે કે મહિલા દિવસ નિમિત્તે અમે વિદ્યાર્થિનીઓને STEM કારકિર્દી અપનાવવા માટે અગ્રગણ્ય મહિલા વિજ્ઞાનીઓની વાર્તાઓ શેર કરી રહ્યાં છીએ અને વિશેષ સત્રનું આયોજન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]