નેશનલ સેફ્ટી વીક: રિલાયન્સ જિયો-ગુજરાત દ્વારા રેલી

અમદાવાદ, 8 માર્ચ: 51મા નેશનલ સેફ્ટી વીક (NSW)ની ઉજવણીના ભાગરૂપે, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL) દ્વારા ગુજરાતમાં રોડ રેલી અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ (NSC) દ્વારા ભલામણ કરાયેલા 4થી માર્ચથી 10મી માર્ચ સુધી મનાવવામાં આવનારા આ સપ્તાહમાં સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકે આરજેઆઈએલ તેના તમામ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માગે છે.

તેની શરૂઆત તરીકે કંપનીએ સપ્તાહ દરમિયાન અમદાવાદમાં સલામતી જાગૃતિ રેલી યોજી હતી. ટેલિકોમ સર્વિસ નેટવર્કના નિર્માણ અને જાળવણી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, કંપનીના વરિષ્ઠ નેતૃત્વ તરફથી તમામ કર્મચારીઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય, સલામતી અને પર્યાવરણ (HSE) પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

NSW-2022ની થીમ “Nurture Young Minds, Develop Safety Culture” વિશે છે. આ થીમ હેઠળ, RJILએ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે ઓનલાઈન સેફ્ટી ક્વિઝ, સેફ્ટી સ્લોગન, ડ્રોઈંગ, સ્કીટ્સ અને અન્ય કેટલીક સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું હતું. વેન્ડર પાર્ટનર્સ અને તેમના પરિવારના સભ્યો સહિત તમામ કર્મચારીઓને પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.