ચારૂસેટ યુનિવર્સિટીઃ શિક્ષકો માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સમાપન

વિદ્યાનગરઃ ચારુસેટ યુનિવર્સીટીમાં યોજાયેલા આઠ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે ચારૂસેટના પ્રમુખસુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, માતૃસંસ્થા, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને કેળવણી મંડળના મંત્રી ડો. એમ.સી. પટેલે, ચારૂસેટના  ભૂતપૂર્વ  પ્રોવોસ્ટ  અને  હાલના  એડવાઈઝર  ડો.  બી.જી.પટેલ    તેમજ  ચારૂતર વિદ્યામંડળના કુલપતિ ડો. ભાવેશપટેલ, એન.વી. પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઈડ સાયન્સના પ્રિન્સિપાલ ડો. બાસુદેબ બક્ષી, જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી ના પ્રિન્સિપાલ ડો. હિમાંશુ સોની ઉપસ્થિત રહ્યા હતા. 

 

ઉલ્લેખનીય છે કે આ એફ.ડી.પી. માં ચારૂસેટ ઉપરાંત જયપુર સ્થિત મનીપાલ યુનિવર્સિટી, વિદ્યાનગર સ્થિત  સી.વી.એમ. યુનિવર્સિટી અને રાજકોટ સ્થિત આર. કે. યુનિવર્સિટીની ૨૫ શૈક્ષણિક સંસ્થાઓના ૮૦ થી વધુ ફેકલ્ટી  મેમ્બર્સે ભાગ લીધો હતો.

આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ ફેકલ્ટી મેમ્બર્સે પોતાના ફીડબેક આપી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ક્રિએટીવીટી, પ્રોબ્લેમ સોલ્વીંગ, અને ઇનોવેશન’ કોર્સ થકી વિદ્યાર્થીઓ ક્રિએટીવ થીંકર, ઇનોવેટર અને ડીસીઝન મેકર બની રહેશે.

 

 

 

 

 

 

 

 

આ ટ્રેનીગ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય તજજ્ઞપદે યુ. એસ. સ્થિત વિખ્યાત રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તજજ્ઞ ડો. અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડો. અનિલ પટેલ સર ના માર્ગદર્શન અને સલાહ મુજબ ક્રિએટીવીટી પર એડવાન્સ લેવલના કોર્સ  ‘ક્રિએટીવીટી, પ્રોબ્લેમ સોલ્વીંગ, અને ઇનોવેશન’ માટે વિચારણા કરવામાં આવી. આગળ જતા ડો. અનિલ પટેલ અને ચારૂસેટ વચ્ચે એમ.ઓ.યુ. થયું અને તેમના દ્વારા ચારૂસેટને આપવામાં આવેલ ૨ કરોડના માતબર દાન થકી  ક્રિએટીવીટીના અભ્યાસક્રમ માટે ‘અનીલ એન્ડ આશા પટેલ એન્ડોવમેન્ટ ફંડ’ ની સ્થાપના કરવામાં આવી. તેઓના  તજજ્ઞપદે દર વર્ષે આ ફેકલ્ટી ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતની વિવિધ યુનિવર્સીટીના  પ્રાધ્યાપકો ભાગ લેતા હોય છે. અત્રે એ નોંધનીય છે કે આ નવીનતમ પહેલના પરિણામ સ્વરૂપ છેલ્લા બે વર્ષમાં  ચારૂસેટના ૩૬૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને ‘ક્રિએટીવીટી, પ્રોબ્લેમ સોલ્વીંગ, અને ઇનોવેશન’ કોર્સ ભણાવવામાં આવ્યો છે.