ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાએ કરી ઉજવણી

ડાઉની (કેલિફોર્નિયા) – ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા સંસ્થાએ તાજેતરમાં જ એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં એસેમ્બ્લી પર્સન, ડિસ્ટ્રીક્ટ 58 ક્રિસ્ટીના ગાર્સિયા પ્રત્યે આભારવિધિ વ્યક્ત કર્યો હતો.

સંસ્થાના અત્રેના કાર્યાલયમાં એ પ્રસંગ નિમિત્તે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉજવણી કાર્યક્રમનો હેતુ સંસ્થાના કાર્યોમાં સહાયરૂપ થયેલા કર્મચારીગણ, ફિલ્ડ મેમ્બર્સ સહિત તમામ લોકોનો આભાર માનવાનો હતો. વધુમાં, સંસ્થાએ એણે હાથ ધરેલા કાર્યો તથા તેની પાછળ ખર્ચેલા નાણાં વિશેની છણાવટ રજૂ કરી હતી.

સંસ્થાના પ્રમુખ પરિમલ શાહ તથા સેક્રેટરી યોગી પટેલે એસેમ્બ્લી પર્સન ક્રિસ્ટીના ગાર્સિયાને એવોર્ડ પ્રદાન કર્યો હતો.

આ ઉજવણી કાર્યક્રમમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ લેરી કેબાલેરો પણ સામેલ થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]