અમદાવાદઃ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાણીપ વિસ્તારના માર્ગો પર આજે સવારથી જ ગેરકાયદે દબાણો હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ હતુ. શહેરના રાણીપ ગામ-બસસ્ટેન્ડ, રાણીપ પોલીસ સ્ટેશન-મગનપુરાથી સેન્ટ્રલ જેલ તરફ જતાં માર્ગ પર કેટલાંક લોકો દ્વારા ગેરકાયદે દુકાનો તાણી બાંધવામાં આવી હતી.
આ દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. સતત વિકસતા અમદાવાદ શહેરમાં કેટલીક સરકારી જગ્યાઓ -પ્લોટ્સ, પ્રાઇવેટ માલીકીની જગ્યાઓ પર અમુક તત્વો ક્બજો જમાવીને બેસી જતા હોય છે. કેટલીક વાર માર્ગો પર જ મકાનો અને દુકાનો બનાવી વર્ષો સુધી ગેરકાયદે કબજો કરી લેવામાં આવતો હોય છે.
છેલ્લા કેટલાક સમયથી શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા કલેક્ટર કચેરી એકદમ સજાગ થઇ ગેરકાયદે બાંધકામ દૂર કરી રહી છે. આ કામગીરીથી માર્ગો મોકળાં થયાં છે. સતત વધતી જતી ટ્રાફિક ની સમસ્યા, પાર્કિંગની સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં સરળતા મળી રહી છે.
રાણીપ બકરામંડી અને સેન્ટ્રલ જેલ તરફ જતાં માર્ગ પર જ્યારે દબાણો પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું ત્યારે અમ્યુકો..દબાણ ખાતું, પોલીસના જવાનો તેમ જ કલેક્ટર કચેરીના અધિકારીઓ સતત હાજર રહી વર્ષો જના દબાણો હટાવ્યાં હતાં.
(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)