ગુજરાત માટે કોરોના સંકટઃ 55 નવા કેસ નોંધાતા હાહાકાર

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે રાજ્ય માટે એક ચિંતાનો વિષય સમાન મોટા સમાચાર મળી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ 55 કેસો નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે હોટસ્પોટ અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 55 જેટલી છે. જયંતિ રવિએ જણાવ્યું કે, હવે ટેસ્ટિંગ વધતા કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આજે નવા 55 કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજના કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં જ ખાલી 50 કેસો સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 2, દાહોદમાં 1, આણંદમાં 1 અને છોટા ઉદ્દેપુરમાં 1 કેસ સામે આવ્યો છે, જ્યારે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 50 કેસોની સાથે કુલ 135 કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા થઈ ગઈ છે. ગુજરાતમાં હવે કુલ આંકડો 241 પર પહોંચી ગયો છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.

સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે. અમદાવાદના વધી રહેલા કેસ અંગે તેમણે જણાવ્યું કે, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર આ ત્રણ વિસ્તારમાં સૌથી વધુ કેસો 50 આવ્યા છે. કુલ 1788 ટેસ્ટ કર્યા છે તેના આધારે પાંચ ટકાની સરેરાશથી પોઝિટિવ કેસો આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

કુલ 241 કેસમાંથી 33 વિદેશ ટ્રાવેલના છે. તો 32 જેટલા કેસ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રીના છે. એક કેસમાં 48 વર્ષીય અમદાવાદના દર્દીનું મોત નિપજ્યું છે. તો અમદાવાદ ગ્રામ્યમાંથી એક પુરુષ દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યાં 155 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 26 જેટલા લોકોને કુલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.