રાજકોટ- ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડ સુધીની 60 કિમી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટથી પદયાત્રીઓએ કાગવડ જવા પ્રસ્થાન કર્યું હતું. આજે એટલે 21મી જાન્યુઆરીએ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધ્વજારોહણ,મહાઆરતી, રંગોળી સ્પર્ધા, કન્વીનરોની બેઠક તથા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ સમાજનાં લાભાર્થે વિવિધ પ્રકારના સંકલ્પો લેવામાં આવ્યા હતાં આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં મુખ્યપ્રધાને સભાને સંબોધન કર્યું હતું. આ ઉપરાત મુખ્યુપ્રધાન વિજય રૂપાણી ખોડલધામના કન્વિનરો સાથેની બેઠકમાં પણ હાજરી આપશે.
ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિના હજારો યુવાનો જોડાયા છે.
માં ખોડલના ભક્તોને શાપર નજીકના પારડી ગામ ખાતે સરદાર યુવા ગ્રુપ દ્વારા આવકાર્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સરદાર યુવા ગ્રુપના સર્વે કાર્યકરો અગ્રણીઓ આગેવાનો સહિત ઘનશ્યામભાઈ ભુવા અને અશોકભાઈ ભુવા ધીરેનભાઈ સહિત દર્પણ ભાઈ પટેલ વિગેરે માં ખોડલના મહેમાનોને બહુમાન સાથે સ્વાગત કર્યું હતું.