અમદાવાદઃ ચાર ચાર બંગડીવાળા ગીતના કોપીરાઈટ મામલે જે વિવાદ થયો હતો તેમાં કિંજલ દવેને રાહત મળી છે. કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત મળી છે. કિંજલ દવેની અરજી હાઈકોર્ટે સ્વીકારી છે. મહત્વનું છે કીંજલ દવે પર આ ગીત ગાવા પર સ્ટે હતો અને તેને કીંજલ દવેએ તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો ત્યારબાદ હાઈકોર્ટે કોમર્શિયલ કોર્ટના સ્ટેને રદ્દ કર્યો છે.
જસ્ટિસ હર્ષા દેવાણી અને એ.પી. ઠાકરની કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા હાઇકોર્ટમાં બચાવ પક્ષ અને અરજદારના વકિલ વચ્ચે દલીલ શરૂ થઇ હતી. જેમા બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મનુ રબારીએ આ ગીત તૈયાર કર્યુ હતું અને ગીતને સોશિયલ સાઈટ પર રિલીઝ કરતા પહેલા આ ગીત લખાયું હતું તેવી તેમણે દલિલ કરી હતી. જોકે આ મામલામાં કિંજલ દવેના વકીલે જવાબ રજૂ ન કરતા કોર્ટે તેમણે ઉધડો લીધો હતો. હાઈકોર્ટે બંને પક્ષોને ખખડાવ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે કિંજલ દવે કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ છે. કિંજલ દવેને ‘ચાર બંગડીવાળી’ ગીત ન ગાવા કોર્ટે આદેશ આપ્યો હતો. કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે ગીત તેમનું છે. અને ચાર ચાર બંગળીવાળુ ગીત નકલ કરવામાં આવ્યું છે. ત્યારે કાઠિયાવાળી કિંગના દાવાને માન્ય રાખીને કોર્ટે કિંજલને કોમર્શિયલ કાર્યક્રમમાં ગીત ન ગાવા માટે આદેશ કર્યો હતો. તો આ સાથે જ કિંજલને ઇન્ટરનેટ પરથી ગીત હટાવી દેવાની સૂચના પણ અપાઇ હતી. ત્યારે હાઈકોર્ટે સમગ્ર મામલે કિંજલ દવેને રાહત આપી છે.