ગુજરાત વિધાનસભામાં બદલાઇ છે સેશનની પદ્ધતિ, જાણો અધ્યક્ષે શો કર્યો ફેરફાર

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે.  વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત કરતા વિધાનસભાની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સમયમાં ફેરફાર

  • સોમવાર થી ગુરૂવાર દરમિયાન બેઠકનો સમય સવારે ૧૧.૦૦ થી ૪.૩૦ હતો એ હવે ૧૨.૦૦ થી ૫.૦૦ કલાક કરાયો. રીસેસનો સમય ૨.૩૦ થી ૩.૦૦ કલાક રહેશે.
  • શુક્રવાર ના રોજ સવારની બેઠકનો સમય જે ૯.૩૦ થી ૨.૦૦ હતો એ હવે સવારે ૧૦.૦૦ થી ૨.૩૦ કલાક કરાયો છે. રીસેસનો સમય ૧૨.૦૦ થી ૧૨.૩૦ કલાકનો રહેશે.
  • જે દિવસે બે બેઠક હશે તે દિવસે પ્રથમ બેઠક સવારે ૧૦.૦૦ થી ૨.૩૦ કલાકનો રહેશે.રીસેસનો સમય ૨.૩૦ થી ૩.૩૦ કલાક રહેશે, બીજી બેઠક ૩.૩૦ થી ૮.૦૦ કલાક રહેશે.

 

 આ નવા સમયનો અમલ આવતી કાલે શુક્રવારથી અમલી બનશે..