જામનગર-કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ-સીબીએસઈનું ધોરણ 10 પરિણામ આજે બપોરે પ્રસિદ્ધ થયું છે. ત્યારે તેમાં પ્રથમ ક્રમાંકે ગુણ પ્રાપ્ત કરનાર કુલ 13 વિદ્યાર્થીઓ છે જેમાં 7 વિદ્યાર્થીઓ છે અને 6 વિદ્યાર્થિનીઓ છે. તેમાં ગુજરાતના જામનગરથી સીબીએસઈ વિદ્યાર્થી આર્યન ઝાએ પણ પ્રથમ ક્રમાંકે આવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE) સોમવારે બપોરે 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યુ છે. આ પરીક્ષામાં દેશભરમાંથી કુલ 18,27,472 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા આ વર્ષે પરિણામમાં કુલ 91.1% વિદ્યાર્થીઓ સફળ થયા છે. ગુજરાત માટે આનંદની વાત એ છે કે, જામનગરનો આર્યન અશોકભાઈ ઝા દેશભરમાં પ્રથમ આવ્યો છે.
આર્યને ધો. ૧૦ના સીબીએસઇમાં ૫૦૦માંથી ૪૯૯ માર્ક્સ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આર્યન નયારા જૂથ સંચાલિત નંદ નિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઉપરાંત જામનગરની આયુષી શાહ સીબીએસઇ ધો.૧૦માં દેશભરમાં ત્રીજા ક્રમે આવી છે. આયુષીએ ૫૦૦માંથી ૪૯૭ માર્ક્સ મેળવ્યા છે. આયુષી રીલાયન્સ જૂથની એ.ડી. અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળે છે.