AMCની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ- JETનું ગઠન, 48 વોર્ડમાં કરશે આ કામ…

અમદાવવાદ– મેગા સિટી અમદાવાદના શહેરીજનો અને સિવિક સેન્સ બંને વચ્ચે મેળ પાડવો હાલમાં તંત્ર માટે પહેલી પ્રાથમિકતાનો મુદ્દો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ સહિતના પ્રશ્નો મુદ્દે કોર્પોરેશન અને પોલીસ દ્વારા એક સંયુક્ત એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. ટ્રાફિક અને કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ હેઠળ એક નવી ટીમ જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ (jet) શરૂ થવા જઈ રહી છે.આખા શહેરના 48 વોર્ડમાં આ જેટ કાર્યરત રહેશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના કમિશનર અને શહેર પોલીસ કમિશનર દ્વારા માધ્યમોને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ સ્વચ્છ શહેર બને તેવા પ્રયત્નો છે અને લોકોમાં જાગૃતિ માટેના પ્રયાસો કરાઇ રહ્યાં છે. સાથે જ લાંબાગાળાની વ્યવસ્થા શરૂ કરાશે. કમિશનર નહેરાએ જણાવ્યું હતું કે, બીજા શહેરો પ્રેરણા લે તેવા પ્રયત્ન કરાશે. સાથે જ કોર્પોરેશન અને અમદાવાદ સિટી પોલીસ બન્નેના સંયુક્તપણે જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ (jet) શરૂ કરી રહ્યાં છે.

આ ટીમ શહેરના 48 વોર્ટમાં કામ કરશે. વોર્ડ દીઠ 1 ટીમ હશે, જેની પાસે મોબાઇલ અને ઇ-રિક્ષા રહેશે. રિક્ષાની ડિઝાઇન એનઆઇડીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિક્ષામાં એક ડ્રાઇવર અને ચાર સ્ટાફ રહેશે. જેમાંથી બે સ્ટાફ કોર્પોરેશનનો અને બે પોલિસ સ્ટાફ હશે. એએમસીના બે સ્ટાફ કર્મચારી પૈકી એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટની વ્યક્તિ અને એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વ્યક્તિ હશે. જેમાં પાર્કિંગ, દબાણ, જાહેરમાં થૂંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સહિતની દરેક બાબતોની દેખરેખ રાખશે.

તોશહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, આ પગલાંથી અમે ખુશ છીએ. આગળ પણ ઘણા એવા પ્રોગ્રામ અમલમાં લાવવાની વિચારણા છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીનો લાભ આ શહેરને મળતાં ઘણીબધી પ્રક્રિયામાં ઝડપ આવી જશે.