અયોધ્યા વિશેષઃ અમદાવાદના ડિઝાઈનરે તૈયાર કરી અનોખી શેરવાની

અયોધ્યામાં રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં સમગ્ર વિશ્વના સનાતન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છે. પ્રભુ રામ પ્રત્યેનો પ્રેમ આસ્થા, ભક્તિ સૌ પોતાના અંદાજમાં રજુ કરે છે.

અમદાવાદના એક યુવાન ડિઝાઈનરે ભગવા કલરનો કુર્તો શેરવાની તૈયાર કર્યો. આ શેરવાની પર પેઇન્ટિંગ અને સ્ટિચિંગ કરી અયોધ્યા, રામ, નરેન્દ્ર મોદી અને રામાયણની વાતોને રજુ કરી છે.

અયોધ્યા રામ અને નરેન્દ્ર મોદીને સમર્પિત શેરવાની તૈયાર કરનાર ડિઝાઈનર હેનિશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે. રામ પ્રત્યે મને અપાર શ્રધ્ધા છે. સનાતન ધર્મને વેગવાન બનાવનાર નરેન્દ્ર મોદીને મારી આ કલાકૃતિ અર્પણ કરુ છું. આ શેરવાની પર રામ, રામ સીતા, શ્લોક સાથે રામ લક્ષ્મણ સીતા વનવાસ તરફ, નરેન્દ્ર મોદી અયોધ્યામાં, રામ ભજન, રામ હનુમાન, રામાયણના કાંડ – એક શ્લોકી સાર, રામબાણ સાથેનું પ્રચલિત ચિત્ર, પાછળના ભાગમાં અયોધ્યા મંદિર તૈયાર કર્યુ છે. આ તમામ સ્ટિચિંગ વર્ક તેમજ પેઇન્ટિંગ જાતે તૈયાર કર્યુ છે.

હેનિશ કહે છે, રામ મંદિર અયોધ્યા નગરી હાલ ખૂબજ ચર્ચામાં છે. સનાતન ધર્મ, સંસ્કૃતિ વધુ પ્રસરે એ માટેનો એક નાનકડો પ્રયાસ છે.

અમદાવાદના આ કલાકારે ભગવા શેરવાની પર ટુંક જ સમયમાં પેઈન્ટિંગ અને સ્ટિચિંગ ધ્વારા રામાયણ, અયોધ્યા, ભજન અને શ્લોકો તૈયાર કર્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)